આહવા-દેવમોગરા રૂટની એસ.ટી.બસ આહવા ડેપો દ્વારા બંધ કરવામાં આવતા આદિવાસીઓમાં નારાજગી..
MADAN VAISHNAVFebruary 23, 2025Last Updated: February 23, 2025
4 1 minute read
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ જિલ્લાનાં આહવા એ.સટી. ડેપો ના સંચાલકો અવારનવાર કોઈને કોઈ પ્રકારે વિવાદમાં આવતા જ હોય છે. ત્યારે ફરી એક વખત આહવા એસટી બસ ડેપો સંચાલકો દ્વારા પોતાની મનમાની કરીને સંચાલન કરવામાં આવતું હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.આહવા બસ ડેપો સંચાલકો દ્વારા આહવા – દેવમોગરા રૂટની એસટી બસ બંધ કરી દેવામાં આવતા સ્થાનિક આદિવાસીઓમાં નારાજગી જોવા મળી રહી છે. હાલમાં દેવમોગરા માતાના મંદિર ખાતે મેળાનું આયોજન કરવામાં આવેલ છે.ત્યારે આદિવાસી સમાજની કુળદેવી ગણાતી એવી દેવમોગરા માતાના મંદિર ખાતે મેળાનું આયોજન થતાં ડાંગ જિલ્લામાં વસતા મોટાભાગના આદિવાસી સમાજના લોકો ત્યાં જતા હોય છે. તેમજ મહાશિવરાત્રીએ દેવમોગરા માતાજીના મંદિરે મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો જતા હોય છે અને મેળા નો પણ લ્હાવો લેતા હોય છે. ત્યારે હાલમાં મહાશિવરાત્રીને પણ ગણતરીનાં જ દિવસ બાકી છે. તેવામાં વલસાડ એસટી ડિવિઝન હસ્તકના ડાંગ જિલ્લાના આહવા એસટી ડેપોનાં સંચાલકો દ્વારા આહવા – દેવમોગરા રૂટની બસ સેવા બંધ કરી દેવામાં આવેલ છે. જેના કારણે ડાંગ જિલ્લાના સ્થાનિક આદિવાસીઓ કે જે બસમાં દેવમોગરા માતાજીના મંદિરે જતા હોય છે અને મેળાનો લ્હાવો લેતા હોય છે તેમનામાં નારાજગી જોવા મળી રહી છે. તેમજ અહીં ઉલ્લેખનીય છે કે ડાંગી જિલ્લામાં મોટાભાગે આદિવાસી સમાજના લોકો વસવાટ કરે છે અને આદિવાસીઓની કુળદેવી એટલે દેવમોગરા માતાજી. તેવામાં અહીં કુળદેવીના મેળાનું આયોજન થાય અને ત્યારે આ પ્રકારે મનસ્વી કારભાર કરીને એસટી ડેપોના સંચાલકો દ્વારા બસની સેવા બંધ કરી દેવામાં આવે તે કેટલા અંશે યોગ્ય કહી શકાય ? તેમજ આહવા એસટી ડેપોના સંચાલકો અવારનવાર વિવાદમાં આવતા હોય છે તેમ છતાં સંચાલકો સુધારવાનું નામ નથી લઈ રહ્યા ? આહવા એસટી ડેપોના સંચાલકો સ્થાનિક મુસાફરોના હિતમાં કેમ કોઈ નિર્ણય નથી લેતા ? આવા અનેક સવાલ ઉદભવી રહ્યા છે. ત્યારે આ સમગ્ર મામલે નફ્ફટાઈ પર ઉતરેલ આહવા એસટી બસ ડેપોના સંચાલકો દ્વારા પ્રજાના હિતમાં કોઈ નિર્ણય લેવામાં આવશે કે નહીં તે તો આવનાર સમયમાં જોવું જ રહ્યું…
Sorry, there was a YouTube error.
MADAN VAISHNAVFebruary 23, 2025Last Updated: February 23, 2025