ARAVALLIMEGHRAJ

મેઘરજ તાલુકાના ઈસરી પોલિસ સ્ટેશનના ગ્રામ્ય વિસ્તારોમાં યુવતીની છેડતી થતા ચકચાર, ઘટના પોલીસ સ્ટેશન પોહચી 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

મેઘરજ તાલુકાના ઈસરી પોલિસ સ્ટેશનના ગ્રામ્ય વિસ્તારોમાં યુવતીની છેડતી થતા ચકચાર, ઘટના પોલીસ સ્ટેશન પોહચી

હાલ મહિલાઓ અસુરક્ષિત હોય તેવુ લાગી રહ્યુ છે અને દિવસે ને દિવસે યુવતીઓના છેડતીના બનાવો એક પછી એક વધી રહ્યાં છે જેને લઇ કાયદો અને વ્યવસ્થા સામે પણ અનેક સવાલો ઉભા થયા છે છેડતી ના બનાવો સામે જે પણ ગુનેગાર હોય તેને કડક સજા મળે અને કાયદાનું ભાન પણ થાય તે જરૂરી છે

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ઈસરી પોલિસ સ્ટેશન ના એક ગ્રામ્ય વિસ્તારોમાં યુવતીની છેડતી થયાં હોવાથી લોક ચર્ચાઓ અને માહિતી સામે આવી છે અને આ ઘટના ઇસરી પોલિસ સ્ટેશન સુધી પણ પોહચી છે અને ભોગબનાનારના સગાવહાલા એ છેડતી કરનારા યુવક સામે ઇસરી પોલિસ સ્ટેશન ખાતે અરજી આપી છે. ઇસરી પોલીસે અરજીને આધારે યુવકને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે

સમગ્ર ઘટનક્રમ જોતો અને મળતી માહિતી તેમજ લોક મુખે ચર્ચાતી ચર્ચાઓ મુજબ ઇસરી પોલીસ સ્ટેશન ના એક ગ્રામ્ય વિસ્તારોમાં આજથી બે દીવસ પહેલા યુવતી સાંજના સમયે શૌચક્રિયા માટે નદી કિનારે જતી હતી તે દરમિયાન ત્યાં બે થી ત્રણ યુવાનો નદીકિનારે સ્મશાન પાસે હતાં જ્યાં એક યુવકની યુવતી પર ખરાબ નજર રાખતા અચાનક યુવતીને પકડી પાડી હતી અને છેડતીનો પ્રયત્ન કર્યો હતો અને યુવકે યુવતીને કહેલ કે તું તારો મોબાઈલ નબર આપ તો જ તને છોડીશ ત્યારે યુવતીએ પોતાને બચાવવા માટે યુવતી એ સુજબુજ સાથે પુરુષ નો નબર આપ્યો અને યુવતીને છોડી દીધી હતી અને ગરે આવ્યા બાદ યુવતીએ આપેલ નબર પર કોલ આવેલ અને યુવકની ખાતરી થઇ હતી આ આ સમગ્ર મામલો સામે આવતાં ચકચાર મચ્યો છે. આ બાબતે ઇસરી પોલીસને જાણ થતાં તપાસ હાથ ધરી છે પરંતુ ધટના ના બે દીવસ બાદ પણ છેડતી કરનાર યુવક હજુ પકડાયો ન હોવાની માહિતી મળી છે

આ ઘટના ને લઇ માહિતી માટે ઇસરી પોલીસ સ્ટેશન PSO સહીત PSI તેમજ બીટ જમાદાર ને સંપર્ક કર્યો હતો પરંતુ ઘટના ને લઇ સચોટ માહિતી આપવાનું ટાર્યું હતું. ઉપરાંત અરજી તેમજ અરજીની માહિતી આપવાનું ટાર્યું હતું શું.. ઘટના ને લઇ ચોક્કસ માહીત કેમ ના આપી એ પણ એક સવાલ ઉભો છે

Back to top button
error: Content is protected !!