DAHODGUJARAT

સંજેલીની ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ ખાતે CET ના પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું

તા.૦૧.૦૩.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Sanjeli:સંજેલીની ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ ખાતે CET ના પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું

સંજેલી તાલુકામાં આવેલ જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ન્યુ પાર્થ એકલવ્ય – CET તાલીમ વર્ગ ખાતે કોમન પ્રવેશ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં તાલીમ વર્ગ સંજેલીનાં સંચાલક દિલીપકુમાર એચ મકવાણાએ જણાવ્યું હતું કે કોમન એન્ટરસ ટેસ્ટ પરીક્ષા વિદ્યાર્થીઓ માટે મહત્વ પૂર્ણ છે. આ પરીક્ષામાં મેરિટમાં આવવાથી

જ્ઞાન શક્તિ, જ્ઞાન શક્તિ ટ્રાયબલ, રક્ષાશક્તિ, મોડેલ સ્કૂલ, એકલવ્ય સ્કૂલ નિવાસી શાળામાં પ્રવેશ આપવામાં આવતો હોય છે સાથે સાથે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરીટ સ્કોલરશીપ યોજનાનો પણ લાભ મળતો હોય છે ત્યારે ધોરણ -5 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ કોમન પ્રવેશ પરીક્ષા અતિ મહત્વની હોય છે. વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ઝળહળતી સફળતા મેળવે તે માટે અંદાજે સો જેટલા વિદ્યાર્થીઓ પુસ્તકોનું વિતરણ જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ સંજેલી ના સંચાલક દિલીપકુમાર એચ મકવાણા દ્વારા કરવામાં આવ્યું હતું

Back to top button
error: Content is protected !!