GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
વૈભવ લક્ષ્મી સોસાયટીમાં દરવાજો ફીટ કરતા સમયે કરંટ લાગવાની બાબતે કાલોલ પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ

તારીખ ૦૬/૦૩/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
રામ કૃપા સોસાયટીમાં રહેતા લલીતભાઈ બસંતભાઈ વૈષ્ણવ દ્વારા કાલોલ પોલીસ મથકે નોંધાયેલ જાણવા જોગ નોંધની વિગતો અનુસાર તેઓના ભાઈ કનૈયાભાઈ બસંતભાઈ વૈષ્ણવ ઉંમર વર્ષ 45 રવિવારના રોજ સવારે 10:00 કલાકે વૈભવ લક્ષ્મી સોસાયટીમાં ચર્ચની બાજુમાં હસમુખભાઈ મકવાણાના ઘરે એલ્યુમિનિયમ નો દરવાજો ફીટ કરવા દરવાજો લઈને સીડી ચડતા હતા તે સમયે દરવાજો વીજ વાયર સાથે પડી જતા તેઓને કરંટ લાગ્યો હતો અને તેઓ હાલ દવા સારવાર હેઠળ હોય આ અંગેની જાણવા જોગ નોંધ કાલોલ પોલીસ મથકે નોંધાવતા ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ ભાવેશભાઈ કટારીયા દ્વારા વધુ તપાસ હાથ ધરી છે.






