ધ્રાંગધ્રા મામલતદાર દ્વારા ગેરકાયદેસર ખનીજ પથ્થર ભરેલા બે ટ્રક કરાયા જપ્ત કર્યા.

તા.07/03/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા મામલતદાર દ્રારા ધાંગધ્રા માલવણ હાઇવે પર વસાડવા ચોકડી નજીક કોઈ પણ જાતની પાસ પરમીટ વગર ગેરકાયદેસર પથ્થર ખનીજ વહન કરતાં બે ટ્રકને ઝડપી લીધા હતા જેમાં સરેઆમ ગેરકાયદેસર ખનનમા તમામ નિયમોની ઐસીતૈસી કરવામાં આવતી જોવા મળી હતી ધાંગધ્રા માલવણ હાઇવે પર વસાડવા ચોકડી પાસેથી ધાંગધ્રા મામલતદાર દ્વારા પરમીટ વગર ખનીજ વહન કરતાં બે ટ્રકને ઝડપી લીધા હોવાની વિગતો મળી રહી છે જો કે ધ્રાંગધ્રા પંથકમાં કોઈ પણ રોકટોક વગર પથ્થર, રેતી અને સફેદ માટીની ગરકાયદેસર રીતે થતી ચોરી આમ બની છે ખાણ ખનીજ વિભાગ વર્ષમાં એકાદ વાર કામગીરી બતાડવા પૂરતી રેડ કરે છે તો ધ્રાંગધ્રા પોલીસ કે જિલ્લા આરટીઓને ગેરકાયદેસર પાસ પરમીટ વગર ખુલ્લેઆમ ખનીજ ચોરી કરતાં નંબર વગરના ડમ્ફરો નજરે જ નથી ચઢતા તો બીજી તરફ ધ્રાંગધ્રાના મામલતદાર આવતાની સાથે જ પંથકમાં બેરોકટોક ચાલતા ખનન સામે લાલઆંખ બતાડતા નજરે ચઢી રહ્યા છે જો કે નવી જગ્યાએ શરૂઆતમાં રોફ જમાવવા અધિકારીઓ જે રીતની કામગીરી બતાડે છે એવી શરૂઆતી કામગીરી જ બની રહેશે કે પરિસ્થિતિ પોતાના તાબે નજરે ચઢતા અધિકારી પોતે પણ અન્ય પ્રશાસન જેમ ધ્રુતરાષ્ટ્ર વાળી લાઈનમાં બેસીને અંધાપો બતાડશે એ જોવાનું મહત્વનું બની રહેશે હાલ તો ધ્રાંગધ્રા મામલતદાર દ્રારા ધ્રાંગધ્રા માલવણ હાઇવે પર વસાડવા ચોકડી નજીક કોઈ પણ જાતની પાસ પરમીટ વગર ગેરકાયદેસર ટ્રકમાં પથ્થર ખનીજ વહન કરતાં બે ટ્રકને ઝડપી પડ્યા હતા જેમાં સરેઆમ ગેરકાયદેસર ખનનમાં તમામ નિયમોની ઐસીતૈસી કરવામાં આવતી જોવા મળી હતી.



