DAHODGUJARAT

દાહોદના ગોદી રોડ ખાતે ૭-માર્ચ જનઔષધીની દિવસની ઉજવણી માન.સાંસદની હાજરીમાં દાહોદ મુકામે કરવામાં આવી

તા.૦૭.૦૩.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદના ગોદી રોડ ખાતે ૭-માર્ચ જનઔષધીની દિવસની ઉજવણી માન.સાંસદની હાજરીમાં દાહોદ મુકામે કરવામાં આવી

સરકાર જેનરિક દવા સાથે ગંભીર રોગોની દવા સસ્તી કરે છે : જશવંતસિંહ ભાભોર આજ રોજ જનઔષધી કેન્દ્ર ખાતે ગોદી રોડ દાહોદ ખાતે માન.સાંસદ જસવંતસિંહ ભાભોર જિલ્લા પંચાયત સભ્ય સુધીરભાઈ લાલપુરવાલા ગોદી રોડના કાઉન્સીલર લખનભાઈ રાજગોર દાહોદ શહેર ભાજપ મહામંત્રી હિમાંશુ નાગર તેમજ વિનોદભાઈ રાજગોર અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને આરોગ્ય સ્ટાફની ઉપસ્થિતિમાં લોકોમાં જનઔષધી કેન્દ્ર વિશે જાગૃતિ આવે તે માટેનો સંદેશો આપવામાં આવ્યો. આ પ્રસગે માન.સાંસદ દ્વારા કેક કાપવામાં આવી થતા જનઔષધી કેન્દ્રના ફાર્માસિસ્ટ અનુપભાઈ યાદવને સાલ ઓઢાવીને સન્માન કરવામાં આવ્યું. માંન.પ્રધાન મંત્રી દ્વારા લોક કલ્યાણની ભાવના અને સામાજીક ઉધાર હેતુ ૨૦૧૪માં જનઔષધી યોજનાનો આરંભ કરવા આવ્યો. છેલ્લા ૧૧ વર્ષમાં દેશના ૭૬૮ જિલ્લાઓમાં ૧૫૦૦૦ હજારથી વધુ જનઔષધી કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી. અને માંન.પ્રધાન મંત્રીશ્રી દ્વારા તા.૦૭-માર્ચ-૨૦૧૯ને જનઔષધી દિવસ તરીકે ઉજવણી હેતુ ઘોષણા કરવા આવી હતી. યોજનાનું મુખ્ય હેતુ જેનેરીક દવાઓ વિશે લોકોમાં જાગૃતિ આવે તે મુખ્ય છે તેમજ જનઔષધી કેન્દ્ર પર દરેક જાતના રોગો માટે ૨૦૦૦ જેટલી અલગ-અલગ દવાઓની ઉપલબ્ધતતા હોઈ છે તેમજ દવાઓની કિમત બજાર ભાવ કરતા ૨૦% થી ૮૦% સુધી સસ્તી હોઈ છે.તેમજ દવાઓની ગુણવતા સુનિશ્ચિત કરવા માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા પ્રમાણિત સપ્લાયર પાસેથી જ દવાઓ ખરીદવામાં આવે છે.આપણા દાહોદ જિલ્લામાં કુલ:- ૩ જનઔષધી કેન્દ્રો કાર્યરત છે જે જેમાં દાહોદ તાલુકામાં ૧, અને દેવગઢ બારીયા તાલુકામાં ૨ કેન્દ્રો કાર્યરત છે.તેથી કરીને જેનેરીક દવાઓ વિશે જાગૃતતા આવે તે હેતુ થી આજ રોજ દાહોદ જિલ્લાના ૪૧૪ આયુષ્માન આરોગ્ય મંદિર/ ૯૭ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, અને ૩ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી સઘન પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે વધુમાં જણાવવાનું કે, આ ગોદી રોડ મુકામે ચાલતા જનઔષધી કેન્દ્ર તા.૦૧.૦૩.૨૦૨૨ થી શરુ કરવામાં આવેલ છે જેમાં દૈનિક ૪૦ થી ૫૦ દર્દીઓ તથા મહિનાના ૧૫૦૦ થી ૨૦૦૦ દર્દીઓ બજાર ભાવ કરતા સસ્તી દવાઓ ખરીદે છે અને તેમાં વધુ દર્દીઓ ડાયાબીટીસ બી.પી. ને લગત બીમારીના છે જેમાં દરોરોજ દવાઓ લેવાની થતી હોઈ છે.તેમજ આ જનઔષધી કેન્દ્ર પરથી હાઇપરટેશન ડાયાબીટીસ સર્જિકલ આઈટમ તથા અન્ય દવાઓ સસ્તા ભાવમા જ ઉપલબ્ધ છે. જેથી કરીને લોકોમાં જનઔષધી કેન્દ્રો વિશે જાગૃતતા આવે તે ખુબ જરૂરી છે વર્તમાન સમયમાં આરોગ્ય અને દવાઓનો ખર્ચ સામાન્ય નાગરિકો માટે ચિંતાનું કારણ બનવા પામ્યું છે, ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકોને ગુણવત્તાયુક્ત દવાઓ ઓછામાં ઓછા ભાવે ઉપલબ્ધ કરાવવા કેન્દ્ર સરકાર દ્વારા શરુ કરાયેલ “પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના” આશીર્વાદરૂપ સિદ્ધ થઈ રહી છે.માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ છેલ્લા ૧૦ વર્ષમાં આવા કેન્દ્રોની સંખ્યામાં ૧૮૦ ગણો વધારો થયો છે અને વેચાણમાં પણ ૨૦૦ ગણો વધારો નોંધાયો છે  વર્ષ ૨૦૧૪ માં માત્ર ૮૦ કેન્દ્રો સાથે શરૂ થયેલ આ યાત્રામાં આજે સમગ્ર દેશમાં ૧૫૦૦૦ હજાર જેટલા અને ગુજરાતમાં ૭૫૦ જનઔષધિ કેન્દ્રો કાર્યરત છે

Back to top button
error: Content is protected !!