GUJARATKHERGAMNAVSARI

ખેરગામ:જામનપાડામાં લગ્નમાં જઈ રહેલો ટેમ્પો પલટી જતા 17 લોકોને ઇજા

વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ

ખેરગામ તાલુકાના બહેજ ગામે લગ્ન પ્રસંગ નિમિત્તે પીઠીના કાર્યક્રમ માટે રૂમલા ગામના હનુમાન ફળિયામાંથી સંબંધીઓ છોટા હાથી ટેમ્પોમાં બેસીને ખેરગામ તરફ આવી રહ્યા હતા તે દરમ્યાન જામનપાડા ખેરગામ રોડ ઉપર જામનપાડા દાદરી ફળીયા ખેરગામ ફાટક પાસે ગાડી અચાનક રસ્તા ઉપરથી નીચે ઉતરી જતા ટેમ્પો પલટી ગયો હતો અને ટેમ્પમાં બેઠેલી મહિલાઓ આમથી તેમ ખેતરમાં નીચે પટકાયા હતા.અકસ્માતની ઘટનાના પગલે રસ્તે પસાર થતા રાહદારીઓ તેમજ ગામલોકો તરત દોડી આવ્યા હતા.કાકડવેરીના આગેવાન દયાનંદ પટેલ પણ ત્યાંથી પસાર થતા હોય તેમણે ઘાયલ લોકોને જોતા તેમણે તરત જ 108ને ફોન કરતા બે 108 ઘટના સ્થળે આવી પહોંચી હતી,અને ઘાયલ લોકોને 108માં અને બાકી બચેલી બહેનોને દયાનંદ પટેલ પોતાની કારમાં બેસાડી ખેરગામની રેફરલ હોસ્પિટલમાં લઇ ગયા હતા,જ્યાં તમામની સારવાર કરવામાં આવી હતી.જેમાં 15 થી16 જણાને સામાન્ય નાની મોટી ઇજાઓ થતા તેમની સારવાર કરી રજા અપાઈ હતી,જ્યારે ત્રણ જણાને વધુ સારવાર માટે આગળ રીફર કરવાની સલાહ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડો.દિવ્યાંગ પટેલે આપી હતી.આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી.

Back to top button
error: Content is protected !!