એસ એફ હાઈસ્કુલ ખાતે શિક્ષકોને નિમણૂંક હુકમ વિતરણ અને સત્કાર સમારોહ યોજાયો.
છોટાઉદેપુર જિલ્લાની શ્રેષ્ઠ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સખાન્દ્રા શાળાને એક લાખ પ્રોત્સાહક ઈનામ.

સામગ્ર રાજ્યમાં શિક્ષણ વિભાગ ગાંધીનગર દ્વારા પ્રેરિત અને જિલ્લા શિક્ષણ કચેરી દ્રારા શિક્ષકોને નિમણૂંક હુકમ વિતરણ તેમજ સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લામાં એસ એફ હાઈસ્કુલ ખાતે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા શિક્ષકોને નિમણૂંક હુકમ વિતરણ તેમજ સત્કાર સમારોહ એપીએમસી છોટાઉદેપુરના ચેરમેનશ્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું
શિક્ષણ ક્ષેત્રે અદમ્ય ઉત્સાહથી ફરજ બજાવી રહેલા જૂના શિક્ષકોના નિમણૂંક હુકમ વિતરણ કાર્યક્રમમાં મદદનીશ શિક્ષકમાંથી ભરતી પામીને આચાર્ય પામેલા પાંચ અન્ય જિલ્લામાંથી છોટાઉદેપુર જિલ્લામાં આવેલા પાંચ શિક્ષકો સિનિયર ક્લાર્ક માંથી હેડ ક્લાર્કની ભરતી મેળવનાર એક જુનિયર ક્લાર્કમાં ભરતી પામેલા ત્રણ પટાવાળા માંથી જુનિયર ક્લાર્ક બનેલા પાંચ તેમજ છોટાઉદેપુર જિલ્લાની શ્રેષ્ટ શાળા તરીકે બોડેલી તાલુકાની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સખાન્દ્રાની પસંદગી કરવામાં આવી હતી જેમને ઉપસ્થિત મહાનુભાવના હસ્તે પ્રોત્સાહક ઇનામ રૂપે ૧ લાખનો ચેક આપવામાં આવ્યો હતો.
આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી આનંદ પરમાર, જિલ્લા શિક્ષણ બીટ નિરીક્ષકશ્રી ક્રિશ્ના પાંચાણી જિલ્લા આચાર્ય સંઘ ના પ્રમુખશ્રી હીતેશ ભાઈ ચૌહાણ, સંઘનાં મહામંત્રીશ્રી મેહુલભાઈ પટેલ, સંઘના મંત્રીશ્રી સાહીદ શેખ જિલ્લા ની વિવિધ શાળાના આચાર્યો, શિક્ષકો અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બ્યુરો ચીફ અંજુમ ખત્રી છોટાઉદેપુર




