
ફૈઝ ખત્રી…શિનોર
શિનોર તાલુકાના માંડવા ગામના ૭ વર્ષના મોહંમદ પરવેઝ તાહીરહુસેન એ પોતાના જીવનનો પહેલો રોઝો રાખી ખૂદા ની ઈબાદત કરી હતી.
અત્યારે મુસ્લિમ સમાજનો પવિત્ર રમજાન મહિનો ચાલી રહ્યો છે ત્યારે સમગ્ર વિશ્વમાં મુસ્લિમ સમાજના લોકો ખુદાની ઈબાદતમાં મસ્ગુલ થઈ ગયા છે ત્યારે મોટા લોકો સાથે સાથે નાના નાના ભૂલ્કાઓ પણ અત્યારના સખત ગરમીના વાતાવરણમાં ભૂખ તરસ સહન કરી રોજા રાખી ખુદાની ઈબાદત કરી રહ્યા છે.
ત્યારે માંડવા ગામના ૭ વર્ષના મોહંમદ પરવેઝ તાહીરહુસેન એ પોતાના જીવન નો પહેલો રોઝો રાખી પોતાની કાલી ઘેલી ભાષામાં ખૂદાની બંદગી કરી દુઆ કરી હતી.મોહમદ પરવેઝ એ ૭ વર્ષની નાની ઉંમરે રોઝો રાખતા માંડવા ગામના હિન્દુ – મુસ્લિમ સમાજના લોકો દ્વારા મોહમદ પરવેઝ ને અને એના પરિવાર ને અભિનંદન પાઠવ્યા હતા.




