અણિયોર ધુળેટી મહોત્સવમાં બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા રાસના તાલે ઝૂમી ઊઠ્યા

કિરીટ પટેલ બાયડ
અણિયોર ધુળેટી મહોત્સવમાં બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા રાસના તાલે ઝૂમી ઊઠ્યા, ઢોલ વગાડતા જોવા મળ્યા
અણિયોર ગામમાં ધુળેટી પર્વે પરંપરાગત અને પૌરાણિક લઠ રાસ મહોત્સવનું ભવ્ય આયોજન થયું. આ પવિત્ર પ્રસંગે બાયડના ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા હાજર રહ્યા અને અણિયોર તથા આજુબાજુના બાર મુવાડા ગામના હર્ષોલ્લાસિત ગામજનો સાથે રાસના તાલે ઝૂમી ઉઠ્યા.
ધુળેટી પર્વે પરંપરા અને સંસ્કૃતિને જીવંત રાખતો આ લઠ રાસ ગુજરાતની લોકસંસ્કૃતિનું મહત્વ દર્શાવે છે. ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ ભાઈચારા અને સદભાવના મજબૂત બને તેવા સંદેશ સાથે આ ઉત્સવમાં સક્રિય ભાગ લીધો. તેમની સાથે ગ્રામજનો, યુવાનો અને વડીલોની ઉપસ્થિતિએ મહોત્સવમાં ઉમંગ અને ઉત્સાહનો નવો રંગ ભરી દીધો.
આ પૌરાણિક પરંપરાને જીવંત રાખતા અણિયોરના લોકોએ હર્ષભેર ધુળેટી મહોત્સવ મનાવ્યો અને ધારાસભ્ય શ્રીની ઉપસ્થિતિએ ઉત્સવને વિશેષ આકર્ષણ અપાયું.




