AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાનાં વઘઇ ખાતે એ.આર.ટી.ઓનાં અધિકારીઓ દ્વારા વાહનચાલકો પાસે ઉઘરાણુ કરાતુ હોવાની બૂમ.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

પેટા:-ડાંગ જિલ્લાનાં આર.ટી.ઓ અધિકારીઓની સાપુતારા-વઘઇ આંતર રાજય ધોરીમાર્ગમાં વાહન ચાલકોને કનડગત..
રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં એ.આર.ટી.ઓ અધિકારીઓ દ્વારા વાહનચાલકોને કનડગત કરવાની કોઈ પણ કચાસ બાકી ન રાખતા મોટી બૂમ ઉઠવા પામી છે.ડાંગ જિલ્લાનાં સાપુતારાથી વઘઇને જોડતા આંતર રાજય ધોરીમાર્ગનાં વઘઇ ફોરેસ્ટ ચેકપોસ્ટ તથા વઘઇ બોટનીકલ ગાર્ડન પાસે એ.આર.ટી.ઓનાં અધિકારીઓ ચેકીંગનાં નામે વાહનચાલકોને ઉભા રાખી મસમોટું ઉઘરાણુ કરી રહ્યાની બૂમરેંગ ઉઠવા પામી છે.જેમાં સાપુતારા-વઘઇ માર્ગ આંતર રાજય ધોરીમાર્ગ હોય જેથી આ માર્ગ પરથી રોજેરોજ અસંખ્ય નાના મોટા વાહનો તથા માલવાહક વાહનો અવર જવર કરે છે.સાથે વઘઇ-સાપુતારા માર્ગ પર બોટનીકલ ગાર્ડન,ગીરાધોધ અને સાપુતારા જે પ્રવાસન સ્થળ તરીકે પ્રખ્યાત હોય જેથી શનિ- રવિવારની રજાઓમાં મોટી સંખ્યામાં નાના મોટા વાહનો સહિત લકઝરી બસોમાં સવાર થઈ પ્રવાસીઓ સાપુતારા થઈ વણી – શિરડી તરફ જાય છે.ત્યારે લકઝરી બસોને પણ એ.આર. ટી.ઓ કચેરીનાં અધિકારીઓ દ્વારા યેનકેન પ્રકારે ઉભી રાખી મસમોટા દંડ ફટકારવામાં આવતા હોય તેવી ચર્ચાએ વેગ પકડ્યો છે.તેમજ રોજેરોજ શાકભાજીના વાહનો તથા અન્ય વાહનચાલકો પાસેથી પણ મસ મોટું ઉઘરાણું કરવામાં આવતું હોય તેવુ જાણવા મળી રહ્યું છે.ડાંગ જિલ્લો એ મહારાષ્ટ્રની સરહદને અડીને આવેલ જિલ્લો છે.તેમજ ગુજરાત રાજ્યનું એકમાત્ર ગિરિમથક સાપુતારા ડાંગ જિલ્લામાં આવેલ છે.ત્યારે ગીરીમથક સાપુતારા ખાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે. તેમજ મહારાષ્ટ્ર રાજ્યમાં જવા માટે પણ સાપુતારા થઈને જ વાહન ચાલકો પસાર થતા હોય છે.ત્યારે આ વાહનચાલકો અને પ્રવાસી વાહનચાલકો પાસેથી એ.આર.ટી.ઓનાં અધિકારીઓ દ્વારા મસમોટું ઉઘરાણું કરવામાં આવતું હોય તેવું સૂત્ર પાસેથી જાણવા મળી રહ્યું છે. તેમજ સાપુતારામાં આવતી લક્ઝરી બસ કે જે સાપુતારા ખાતે આવેલ હોય અથવા સાપુતારા થઈને મહારાષ્ટ્ર રાજ્યના વણી – શિરડી તરફ જતી હોય છે તેને પણ ઉભી રાખીને યેન કેન પ્રકારે મસમોટા દંડ આરટીઓ કચેરીના અધિકારીઓ ઉઘરાવતા હોય છે.તેમજ મહારાષ્ટ્ર રાજ્યના નાસિક તરફથી દરરોજ અસંખ્ય શાકભાજીના વાહનો સાપુતારા – વઘઈ થઈ સુરત, વડોદરા, અમદાવાદ તરફ જતા હોય છે. ત્યારે આ શાકભાજીના વાહનોને પણ આરટીઓ કચેરીના અધિકારીઓ દ્વારા ઉભા રાખી ઉઘરાણુ કરતા હોય છે.જેના કારણે આ વાહનો ધરમપુર તથા ઉંમરઠાણા થઈ ડાયવર્ટ થતા હોય છે.જેના કારણે  સાપુતારા-માલેગામ ટોલને લાખોનું નુકસાન થઈ રહ્યુ છે.ડાંગ જિલ્લામાં આ પ્રકારની ચર્ચાઓને કારણે એવુ સ્પષ્ટ થતું જોવા મળી રહ્યું છે કે,આરટીઓ વિભાગના અધિકારીઓ દ્વારા પોતાની મનમાની ચલાવી લઈને પોતાનો આર્થિક સ્વાર્થ સંતોષવામાં આવી રહ્યો છે. જોકે આ સમગ્ર મામલામાં આ ચર્ચાઓમાં હકીકત અને તથ્ય કેટલુ છે તે પણ પ્રશ્ન બની ગયો છે.તેમજ ડાંગ આર.ટી.ઓ.અધિકારીઓની કનડગતને કારણે સાપુતારા પ્રવાસન સ્થળની મુલાકાત લેતા પ્રવાસીઓની સંખ્યામાં પણ ઘટાડો થઈ રહ્યો છે,જેના કારણે સાપુતારાનું પ્રવાસન ઉદ્યોગ ઠપ્પ થઈ રહ્યો હોવાની ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.ત્યારે રાજ્ય સરકાર  ડાંગ એ.આર.ટી.ઓ કચેરીનાં અધિકારીઓનાં કાન આમળે તેવી લોક માંગ ઉઠી છે.

Back to top button
error: Content is protected !!