SURENDRANAGARWADHAWAN

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પ્રવાસન મંત્રીની ઉપસ્થિતિમાં રૂ. ૮૪૫.૯૨ લાખના વિકાસ કામોનો ખાતમુર્હુત કાર્યક્રમ યોજાયો.

અંદાજે રૂ. ૩૧૩.૧૬ લાખના ખર્ચે આઈકોનિક રોડ તેમજ ઘન કચરાના નિકાલ માટે અંદાજે રૂ. ૫૩૨.૭૬ લાખના ખર્ચે પ્રોસેસીંગ પ્લાન્ટ બનાવવાના કામના ખાતમુહૂર્ત

તા.17/03/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

અંદાજે રૂ. ૩૧૩.૧૬ લાખના ખર્ચે આઈકોનિક રોડ તેમજ ઘન કચરાના નિકાલ માટે અંદાજે રૂ. ૫૩૨.૭૬ લાખના ખર્ચે પ્રોસેસીંગ પ્લાન્ટ બનાવવાના કામના ખાતમુહૂર્ત

અંદાજે રૂ. ૩૧૩.૧૬ લાખના ખર્ચે આઈકોનિક રોડ તેમજ ઘન કચરાના નિકાલ માટે અંદાજે રૂ. ૫૩૨.૭૬ લાખના ખર્ચે પ્રોસેસીંગ પ્લાન્ટ બનાવવાના કામના ખાતમુહૂર્ત
સુરેન્દ્રનગર મહાનગર પાલિકા વિસ્તારમાં પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાની પ્રેરક ઉપસ્થિતિમાં રૂ. ૮૪૫.૯૨ લાખના વિકાસકામોના ખાતમુર્હુતનો કાર્યક્રમ સુરેન્દ્રનગર જિલ્લા કડવા પાટીદાર મંડળનો હોલ, ૬૦ ફૂટ રોડ, સુરેન્દ્રનગર ખાતે યોજાયો હતો આ તકે પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, રાજ્યભરમાં દરેક જિલ્લામાં એક આઈકોનિક રસ્તાનું નિર્માણ કરવામાં આવનાર છે જે જિલ્લાની ઓળખસમો હોય આજે અલ્કાપૂરી ચોકથી ઉપાસના રોડ સુધીના રસ્તાને આઇકોનીક રોડ તરીકે વિકસાવવાના કામનુ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે ત્યારે રોડ નિર્માણથી જિલ્લાને આગવી ઓળખ મળશે તેમજ પ્રોસેસિંગ પ્લાન્ટના નિર્માણ થકી શહેરના કચરાને વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવશે કચરાને રિસાયકલ કર્યા બાદ આડપેદાશોનો ખાતર તરીકે પણ ઉપયોગ કરી શકાશે આ પ્લાન્ટ હવા, પાણી અને જમીનને શુદ્ધ થવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવશે વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા જિલ્લાઓના વિકાસ કામો માટે ચાલુ વર્ષે બજેટમાં માતબર રકમની જોગવાઈ કરાવવામાં આવી છે સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકાનો સુરેન્દ્રનગર મહાનગર પાલિકામાં રૂપાંતરિત થતા શહેરનો સુદ્રઢ વિકાસ થશે શહેરીજનોને મહાનગરને લગતી તમામ સુવિધાઓ પ્રાપ્ત થશે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશા નિર્દેશ હેઠળ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતની વિકાસયાત્રા અવિરત આગળ ધપી રહી છે ત્યારે વિકાસની સાથે સાથે વિરાસતને પણ જાળવી રાખવા સરકાર દ્વારા અવિરત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે સુરેન્દ્રનગરના વઢવાણને પણ હેરિટેજ સિટી તરીકે વિકસાવવામાં આવશે ધોળી ધજા ડેમનો ૨૦ કરોડના ખર્ચે વિકાસ કરવામાં આવશે આ તકે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા તેમજ મ્યુનિસિપલ કમિશનર નવનાથ ગવ્હાણેએ પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું દીપ પ્રાગટ્યથી કાર્યક્રમની શરૂઆત કર્યા બાદ ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ પાઘડી તેમજ મોમેન્ટો આપી સ્વાગત કરવામાં આવ્યું હતું વિકાસ કામોનું મહાનુભાવોના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અગ્રણી વર્ષાબેન દોશી, હિતેન્દ્રસિંહ ચૌહાણ, જીજ્ઞાબેન પંડ્યા, નાયબ મ્યુનિસિપલ કમિશનર એસ. કે. કટારા સહિત આગેવાનઓ, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા નિર્મળ ગુજરાત ૧.૦ તેમજ ૧૫માં નાણાપંચ ગ્રાન્ટ અંતર્ગત અંદાજે રૂા. ૩૧૩.૧૬ લાખના ખર્ચે નિર્માણ થનારા આઇકોનીક રોડની લંબાઈ ૧૧૦૦ મીટર, બંને બાજુએ ફૂટપાથ પેવર બ્લોક, વરસાદી પાણીના નિકાલ માટે ડ્રેનેજ, ૬૦ ડેકોરેટિવ લાઈટ પોલ, ટ્રી- પ્લાન્ટેશન, રોડના મધ્યમાં ડિવાઈડર, રોડ ફર્નીચરની આઇટમોમાં થર્મોપ્લાસ્ટ પેન્ટ, આઈ લવ ઝાલાવાડ – સેલ્ફી પોઈન્ટ સહિતના આકર્ષણો હશે અલ્કાપૂરી ચોકથી ઉપાસના રોડ સુધી આઇકોનીક રોડનું ડેવલપમેન્ટ થવાથી સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના નગરજનોને અધ્યતન, સુંદર રોડની સાથે વોક-વે, સેલ્ફી પોઈન્ટ સહિતની સુવિધા પ્રાપ્ત થશે સ્વચ્છ ભારત મિશન અર્બન ૨.૦ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત ખમીસાણા ડંપ સાઇટ ખાતે અંદાજે રૂા. ૫૩૨.૭૬ લાખના ખર્ચે વેટ વેસ્ટ અને ડ્રાય વેસ્ટ પ્રોસેસીંગ પ્લાન્ટ કાર્યરત થયેથી રોજેરોજ ઉત્પન્ન થતાં કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિયમિતપણે સંપૂર્ણ નિકાલ થશે જેથી ડમ્પિંગ સાઇટ ઉપર કચરો એકઠો થશે નહી તેમજ ડમ્પિંગ સાઇટ ઉપર વર્ષો સુધી કચરો એકઠો થવાના કારણે લેગસી વેસ્ટના નિકાલના કોઈ પ્રશ્નો ઉપસ્થિત થશે નહી પ્રોસેસિંગ પ્લાન્ટ કાર્યરત થવાથી હવા, પાણી અને જમીનના પ્રદૂષણ પર નિયંત્રણ આવશે ભીના કચરામાંથી ઓર્ગેનિક ખાતરનું નિર્માણ થશે જે ખાતરનો ખેતીવાડીમાં અને બાગ બગીચામાં ઉપયોગ કરી શકાશે ઓર્ગેનિક ખાતરના વેચાણથી સુરેન્દ્રનગર મહાનગરપાલિકાને આવકનું ઉપાર્જન થશે આ પ્રોસેસિંગ પ્લાન્ટમાં મટિરિયલ રિકવરી ફેસેલીટી શેડ (MRF), મટિરિયલ રિસાયકલેબલ સ્ટોર, ફ્રેશ વેસ્ટના સેગ્રીગેશન માટેની મશીનરી, ક્યોરીંગ શેડ, મોન્સુન શેડ, સ્ટોરેજ એરિયા, લિચેટ કલેક્શન સંપ તેમજ પ્રતિ દિન ૧૪ ટન ક્ષમતા ધરાવતો વીન્ડ્રો કંપોસ્ટ ફેસેલીટી પ્લાન્ટ, જેમાં બેઈલીંગ મશીન, શ્રેડર મશીન, ટ્રોમેલ મશીન, ફોર્ક લિફ્ટ વિગેરે જેવી મશીનરીનો સમાવેશ કરવામાં આવશે.

Back to top button
error: Content is protected !!