GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ નગરપાલિકા પ્રમુખ સહિત હોદેદારોએ પદ ગ્રહણ અગાઉ પાલિકા મા ભગવાન સત્યનારાયણ ની કથા યોજી

તારીખ ૧૭/૦૩/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ નગરપાલીકા ની ચૂંટણી બાદ ભાજપ દ્વારા પાંચ માર્ચ ના રોજ પ્રમુખ અને અન્ય ઉચ્ચ હોદેદારો ને મેન્ડેટ આપેલ જે બાદ હોળાષ્ટક પુર્ણ થતા આજ રોજ સોમવારે સવારે ૧૦ કલાકે કાલોલ નગરપાલિકાના સભાખંડ મા પ્રમુખ હસમુખભાઈ મકવાણા અને પત્ની તથા ઉપપ્રમુખ ગૌરાંગભાઈ દરજી તેમના પત્ની સાથે અને કારોબારી અધ્યક્ષ જ્યોત્સનાબેન બેલદાર તેમના પતી સાથે ભગવાન સત્ય નારાયણ ની કથા પૂજા મા બેઠા હતા તેઓની સાથે ચીફ ઓફિસર મિલાપ પટેલે પણ કથામાં ભાગ લીધો હતો. ચાર્જ લેતા અગાઉ ભગવાનની કથા યોજી સમગ્ર કાલોલ નગરમાં સુખ અને શાંતિ અને સમૃદ્ધિ મળે તેવી પ્રાર્થના ભગવાનને કરી પોતાના પ્રથમ દિવસ ની શરૂઆત કરી હતી. કથા સાંભળવા અન્ય કાઉન્સિલરો તથા તેઓના સગા સંબંધીઓ તેમજ ગામના નાગરીકો અને પાલિકા સ્ટાફ પણ હાજર રહ્યો હતો.







