આંબાડુંગર ગામના મહેશભાઈ ભીલનું પોતાના ઘરનું સ્વપ્ન થયુ સાકાર
બોક્સ:- પ્રધાનમંત્રી આવાસ યોજનાનો વધુ લોકો લાભ લે તેવા પ્રયત્ન કરીશ- મહેશભાઈ ભીલ

ભારત સરકાર દ્વારા ઘર વિહોણા લોકોના સપનાનું ઘર સાકાર કરવાની યોજના એટલે પ્રધાનમંત્રી આવાસ યોજના. ગરીબ લોકોને વસવાટની મુશ્કેલીઓ દૂર કરવા માટે ઘર વિહોણા હોય તેમ જ કાચું મકાન ધરાવતા હોય તેવા નાગરિકોને પ્રધાનમંત્રી આવાસ યોજના માધ્યમથી પોતાના “ઘરનુ સપનુ” સાકાર થઈ રહ્યું છે.
પી.એમ.આવાસ યોજના દેશના સામાન્ય માનવીના “સપના ઘર”ને આકાર આપતી યોજના સાબિત થઈ છે. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના આંતરીયાળ આંબાડુંગર ગામના મહેશભાઈ ભીલનું પોતાના “ઘરનુ સપનુ” પ્રધાનમંત્રી આવાસ યોજના થકી સાકાર થયુ છે.
મહેશભાઈ સાથે વાત કરતા જાણવા મળ્યુ કે ૨૦૧૯ પહેલા તેઓ વાંસમાંથી બનાવેલા ખપેડા અને ગારથી લીપણ કરેલા ટાટલી (કાચા મકાન)માં પરિવારના ૮ સભ્યો સાથે રહેતા હતા.હમેશા ચોમાસાની ઋતુમાં વરસાદના પાણી મકાનની અંદર આવતા જેથી રહેવા,અનાજ રાખવામાં તકલીફ પડતી.
મહેશભાઈએ કહ્યું કે વર્ષ ૨૦૧૯-૨૦૨૦માં પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ લીધો હતો.જેથી સરકારી સહાય મળતા પાકુ ઘર બનાવ્યું.આજે પરિવારના ૮ સભ્યો આરામથી પોતાના પાકા ઘરમાં રહીએ છે.જૂના મકાનમાં હાલ પશુઓ રાખીએ છીએ જેથી પશુઓ પણ સચવાય છે.
આંતરીયાળ આંબાડુંગર ગામના મહેશભાઈ કહે છે. અમારા ડુંગરાળ વિસ્તારમાં સરકારીની પ્રધાનમંત્રી આવાસ યોજના થકી અનેક ભીલ આદિવાસી લોકોને યોજનાનો લાભ લઇ પાકા મકાન બનાવ્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાનો વધુ લોકો લાભ લે તેવા પ્રયત્ન કરીશ.
સંકલન- માર્ગી રાજપુત
સહાયક માહિતી નિયામક છોટાઉદેપુર
બ્યુરો ચીફ અંજુમ ખત્રી છોટાઉદેપુર




