
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
*અરવલ્લીના ધનસુરા ખાતે અનાથ દીકરીઓ સાથે સંવાદ કરી એજ્યુકેશન કીટ વિતરણ કરવામાં આવી.*
બેટી બચાવો, બેટી પઢાવો યોજના અંતર્ગત જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા નિયામક જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી , અરવલ્લીના અધ્યક્ષ સ્થાને અનાથ અને સિંગલ મધરની દીકરીઓ સાથે સંવાદ કરવામાં આવ્યો જેમાં દીકરીઓની સ્કીલ, રસ રૂચી વિશે ચર્ચા કરી તેમના પ્રશ્નોની જાણકારી મેળવવમાં આવી. દીકરીઓને એજ્યુકેશન કીટ વિતરણ કરવામાં આવ્યું તથા શિક્ષણ ને સુનિશ્ચિત કરવા પર ભાર મુકવામાં આવ્યો.
સમાજ સુરક્ષા અધિકારીની કચેરી તથા જિલ્લા બાળ સુરક્ષા એકમની વિવિધ યોજનાઓ, જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીની વિવિધ યોજનાની જેવી કે બેટી બચાવો, બેટી પઢાવો યોજના, વ્હાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, ગંગા સ્વરૂપા પુન:લગ્ન આર્થિક સહાય યોજના, મહિલા સ્વાવલંબન, સમાજકલ્યાણ વિભાગ, આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગની વિવિધ યોજનાની જાણકારી આપવામાં આવી હતી.કાર્યક્રમમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક રાજેશ કુચારા, જિલ્લા મહિલા અને બાળ અધિકારી હસીનાબેન મન્સૂરી, સમાજ સુરક્ષા અધિકારી દિલીપ બિહોલા, મામલતદાર- ધનસુરા, તાલુકા વિકાસ અધિકારી-ધનસુરા. સંકલ્પ ડીસ્ટ્રીક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વીમેન, સખી વન સ્ટોપ સેન્ટર, તથા જિલ્લા બાળ સુરક્ષા એકમના કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા.





