પતિ-પત્ની વચ્ચેના અંદરોઅંદર ઝઘડા નો સુખદ સમાધાન કરાવતી 181 અભયમ ટીમ

તારીખ ૧૮/૦૩/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી પીડિત મહિલાનો 181 પર ફોન આવતા જણાવેલ કે તેમના પતિએ દોઢ વર્ષનું બાળક લઈ લીધું છે જેથી તેમને સમજાવવા181 ટીમ મદદ માગી.181 ટીમ તત્કાલી ઘટના સ્થળ પર પહોંચી અને પીડિતતા તેમના પતિનું કાઉન્સિલિંગ કરતા જણાવેલ કે તેમને પ્રેમ લગ્ન કર્યો છે લગ્નના ત્રણ વર્ષ થયા છે અને અને તેમને દોઢ વર્ષનો બાળક છે અને તે પતિ પત્ની અને તેમનું બાળક જોડે તેઓ બહારગામ રહે છે જેથી દિવાળી પર તેઓ પોતાના ઘરે આવ્યા અને ત્યારે બાદ બંને પતિ-પત્ની વચ્ચે અંદર વધારે ઝઘડો થવા લાગ્યો જેના કારણે પીડીતાએ તેમના પપ્પાને સાસરીમાં લેવા માટે આવ્યા ત્યાર પછી પિયરમાં તે પોતાના બાળક જોડે રહી ત્યાંથી જ નોકરી પર જતી હતી અને આમ કરીને તેમને પિયરમાં ત્રણ મહિના થયા એક મહિના પહેલા તેમના પતિ બાળકને રમાડવા માટે આવતા હતા અને પછી બીજી વાર આવે ત્યારે બાળક લઈને જોતા રહ્યા જેથી પીડિતા તેમના મમ્મી પપ્પા જોડે બાળક લેવા માટે સાસરિ મા આવી ત્યારે તેમના પતિએ બાળક નહીં આપ્યું અને બંને વચ્ચે ઝઘડાઓ થયા જેથી 181 ની મદદ માગેલ જેમાં 181 ની ટીમ એ બંને પક્ષનું કાઉન્સિલિંગ કરી સલાહ સૂચનાઓ માર્ગદર્શન આપી તેમજ કાયદાકીય માહિતી આપી અને બાળક પીડિતા મહિલાઓને અપાવ્યું તેમજ ફરીવાર ઝઘડો ના થાય તેમના માટે બાહેદારી આપતા પક્ષની સહમતિથી સમાધાન કરેલ જેથી પીડિત મહિલાએ 181 ટીમને આભાર વ્યક્ત કરેલ.






