અરવલ્લી જિલ્લામાં “ખિલખિલાટ રસીકરણ અભિયાન” હેઠળ કુલ ૫૨૮ બાળકોને રસીકરણથી રક્ષિત કરવામાં આવ્યા.

અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લામાં “ખિલખિલાટ રસીકરણ અભિયાન” હેઠળ કુલ ૫૨૮ બાળકોને રસીકરણથી રક્ષિત કરવામાં આવ્યા.
અરવલ્લી જિલ્લામાં “ખિલખિલાટ રસીકરણ અભિયાન” અંતર્ગત તા.૧૫ અને ૧૬ માર્ચ-૨૦૨૫ દરમ્યાન ૯ મહિનાથી ૫ વર્ષના બાળકો માટે ઓરી-રૂબેલા સ્પેશીયલ રસીકરણનું બે દિવસીય આયોજન કરી ૫૨૮ બાળકો ને રસીકરણની સેવાઓ અપાઈ.
અરવલ્લી જિલ્લામાં મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.જયેશ પરમારના માર્ગદર્શન અને આર.સી.એચ.અધિકારી ડો.આશિષ નાયકના વડપણ હેઠળ અરવલ્લી જિલ્લામાં સ્પેશીયલ રસીકરણ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું. આ અભિયાન અંતર્ગત ૧૫ અને ૧૬ માર્ચ દરમિયાન ઓરી અને રૂબેલા (MR) નું રસીકરણ કરવામાં આવ્યું હતું.
બાળકના સ્વસ્થ જીવન અને સર્વાગી વિકાસ માટે તમામ રસી છે અનિવાર્ય. અરવલ્લી જિલ્લામાં ઓરી-રુબેલા થી વંચિત રહેલા ૯ માસ થી ૫ વર્ષ સુધીના બાળકોના રસીકરણ કામગીરી અંતર્ગત ૯૨ બાળકોને પ્રથમ અને ૪૩૬ બાળકોને બીજા ડોઝની રસી આપી રક્ષિત કરવામાં આવ્યા. આમ અરવલ્લી જિલ્લામાં કુલ ૫૨૮ બાળકોને રસીકરણ સેવાઓ અપાઈ.
આ રસીકરણ અભિયાનનો મુખ્ય હેતુ બાળકોને ઓરી અને રૂબેલા જેવી ગંભીર અને જીવલેણ બિમારીઓથી સુરક્ષિત કરવાનું હતું. આરોગ્ય વિભાગ, ASHA કાર્યકરો, ANM બહેનો અને સમગ્ર આરોગ્ય ટીમના સમર્પિત પ્રયાસોથી આ અભિયાન સફળતાપૂર્વક અમલમાં મુકાયું.આ અભિયાનના અંતર્ગત, આરોગ્ય વિભાગે દરેક વંચિત બાળક સુધી પહોંચવાની ખાતરી કરી હતી. અતિદુર્ગમ વિસ્તારોમાં પણ આરોગ્ય ટીમ દ્વારા સેવા પૂરી પાડવામાં આવી, જે બાળકોના સ્વસ્થ ભવિષ્ય માટે મહત્વપૂર્ણ સાબિત થશે.





