GUJARATVALSADVALSAD CITY / TALUKO

વલસાડ ખાતે પૃથ્વી માટે એક કલાકઃ ‘‘અર્થ અવર’’ વિશે જન જાગૃતિ લાવવા અભિયાન હાથ ધરાયું

વાત્સલયમ સમાચાર
    મદન વૈષ્ણવ

*માર્ચ મહિનાના ચોથા શનિવારને પર્યાવરણની જાગૃત્તિ માટે અર્થ અવર તરીકે ઉજવવામાં આવે છે*

*તા. ૨૨ માર્ચે રાત્રે ૮-૩૦ થી ૯-૩૦ એક કલાક માટે બિનજરૂરી લાઈટ બંધ રાખવા WWF દ્વારા અપીલ કરાઈ*

માર્ચ મહિનાના ચોથા શનિવારે તા. ૨૨/૦૩/૨૦૨૫ના રોજ રાત્રે ૮:૩૦ થી ૯:૩૦ દરમિયાન પોતાના ઘર, દુકાન, ઓફિસ, ફેક્ટરી વગેરે જગ્યાએ તથા જાહેર સ્થળોએ બિન જરૂરી લાઇટ એક કલાક માટે બંધ રાખી પર્યાવરણની સુરક્ષામાં ભાગીદાર થાય એવી WWF દ્વારા જાગૃત જનતાને અપીલ કરવામાં આવી છે.

આ અંતર્ગત WWF ઈન્ડિયા, ગુજરાતના સ્ટેટ હેડ શ્રી મૌતિક દવેએ જણાવ્યું કે, પર્યાવરણની સુરક્ષામાં તમામ લોકો ભાગીદાર બને તે માટે ડબલ્યુડબલ્યુએફની સ્ટેટ ઓફિસ દ્વારા જનજાગૃતિ લાવવાના ભાગરૂપે તા. ૧૪/૦૩/૨૦૨૫ને શુક્રવારે ધૂળેટીના દિવસે તિથલ બીચ પર વલસાડ રેસર્સ ગૃપ દ્વારા આયોજિત કલર રનમાં ઇકો ફ્રેન્ડલી તથા વોટર ફ્રી હોળી રમવામાં આવી હતી સાથે જ “અર્થ અવર”ની ઉજવણીમાં ભાગ લેવા માટે સૌને અપીલ કરવામાં આવી હતી. બિન જરૂરી લાઇટ બંધ રાખવા માટેના સિગ્નેચર કેમ્પેઇનમાં સૌ ભાગીદાર બન્યા હતા. વલસાડ તાલુકા કોળી પટેલ સમાજ દ્વારા આયોજિત યુનિટી મેરાથોન ૨.૦ માં પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા દોડવીરોને અર્થ અવરની ઉજવણીમાં પોતાનું યોગદાન આપવા અનુરોધ કરાયો હતો.
તિથલ રોડ પર આવેલા ” સરદાર હાઈટસ” નાં પ્રમુખ કુમાર વિકાસએ પણ તા. ૨૨/૦૩/૨૫ ના રોજ રાત્રે ૮:૩૦ થી ૯: ૩૦ દરમિયાન બિન જરૂરી લાઇટ બંધ રાખવા માટે તેમના કેમ્પસના ૧૮ બિલ્ડીંગના લગભગ ૯ હજારથી વધુ રહીશોને અપીલ કરી આ ઉજવણીમાં સહભાગી થવા જણાવ્યું હતું. આ ઝુંબેશને સફળ બનાવવા માટે WWF ગુજરાતનાં સ્ટેટ હેડ મૌતિક દવે અને તેમની ટીમે જહેમત ઉઠાવી રહી છે.

Back to top button
error: Content is protected !!