AHAVADANGGUJARAT

આહવા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન દ્વારા પાપડ, અથાણા, મસાલા બનાવવાની તાલીમ કાર્યક્રમ યોજાયો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

બેંક ઓફ બરોડા દ્વારા પ્રાયોજિત ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન (RSETI) આહવા તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ડાંગના સંયુક્ત ઉપક્રમે માલેગામ ગામે વિના મુલ્યે ચા, નાસ્તા અને જમવાની સગવડ સાથે પાપડ, અથાણા, મસાલા પાવડર બનાવવાની ૧૦ દિવસીય તાલીમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ છે.જેમાં માલેગામ ગામના અલગ અલગ સ્વ સહાય જૂથના 30 બહેનો ભાગ લઇ રહ્યા છે.જેમાં તાલીમ દરમિયાન જૂથના બહેનોને વિના મુલ્યે રો- મટીયલ જરૂરી સ્ટેશનરી પુરું પાડવામાં આવશે.આ તાલીમનુ ઉદ્ઘાટન માજી સરપંચ કાશીરામ સોમાભાઈ ઠાકરે , ગામના આગેવાન દિલીપભાઈ બરડે,કેવજુભાઇ લાહનુ ભાઈ પવાર FLCC  રતનભાઈ પવાર , ફેકલ્ટી રંજનબેન દળવીનાં હસ્તે ઉદ્ઘાટન કરવામા આવ્યુ હતુ.આ કાર્યક્રમમાં કાશીરામભાઈ ઠાકરે દ્વારા જૂથના બહેનો તાલીમ લઇ આર્થીક અને સામજિક રીતે પગભર થાય તે માટેનું પ્રોત્સાહક માર્ગદર્શન આપ્યુ હતુ.તથા FLCC દ્વારા નાણાંકીય સહાય માટે લોન વિશેની બેન્કિંગ વીમા, પેન્શન સ્કીમો વિશેની તેમજ તાલીમ બાદની વિવિધ રોજગારીની તકો બાબતે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ..

Back to top button
error: Content is protected !!