લીલીયા મોટા પોલીસ સ્ટેશન ખાતે પડતર વાહનોની જાહેર હરાજી કરાઈ

ઇમરાન પઠાણ લીલીયા
લીલીયા મોટા પોલીસ સ્ટેશન ખાતે પડતર વાહનોની જાહેર હરાજી કરાઈ
લીલીયા મોટા પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન ખાતે ઘણાં લાંબા સમયથી એમ.વી.એક્ટ કલમ-૨૦૭ તથા સ્ટે.ડા. એન્ટ્રી મુજબના પડતર વાહનોની જાહેર હરાજી કરી નિકાલની કાર્યવાહી કરાયેલ ગૌતમ પરમાર આઇ.જી.પી. ભાવનગર રેન્જનાઓની સુચના અનુસંધાને સંજય ખરાત પોલીસ અધિક્ષક અમરેલી જીલ્લા નાઓના માર્ગદર્શન મુજબ લીલીયા પોલીસ સ્ટેશનમાં એમ.વી.એક્ટ કલમ-૨૦૭ મુજબના કામે કબ્જે કરવામાં આવેલ કુલ-૧૩ વાહનો ઘણા લાંબા સમયથી પડતર પડી રહેલ હોય જે વાહનોનો નિકાલ કરવા સારૂ લીલીયા પો.સ્ટે.ના પો.ઇન્સ..શ્રી આઇ.જે.ગીડા દ્વારા તાલુકા એકજી. મેજી. શ્રી, લીલીયા મોટા નાઓનો પડતર વાહનોના નીકાલ બાબતે હરાજી અંગે હુકમ મેળવી નાયબ પોલીસ અધિક્ષક શ્રી એ.જી.ગોહિલ અમરેલી વિભાગ નાઓની અધ્યક્ષતામાં તારીખ-૧૯/૦૩/૨૦૨૫ ના રોજ લીલીયા પોલીસ સ્ટેશન ખાતે પડતર મુદ્દામાલ વાહનોની જાહેર હરાજી રાખવામાં આવેલ જેમાં કુલ-૩૭ વેપારીઓ હરાજીમાં હાજર રહેલ અને આ જાહેર હરાજીના અંતે એમ.વી.એક્ટ કલમ-૨૦૭ તથા સ્ટે.ડા એન્ટ્રી મુજબના કામે અગાઉ કબ્જે લીધેલ કુલ-૧૩ મોટર સાયકલની કીંમત રૂપિયા ૮૦,૦૦૦/- જેટલી રકમ ઉપજાવીને સરકારશ્રી તરફે નોંધપાત્ર કામગીરી કરી પોલીસ સ્ટેશનની જગ્યામાં ઘણા લાંબા સમયથી પડતર પડેલ વાહનોનો નિકાલ કરવામાં આવેલ તેમ ઈમરાન પઠાણ ની અખબારી યાદી માં જણાવેલ છે




