
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : જિલ્લા સેવાસદનના ગેટ પર ટ્રાફિક પોલીસ દ્વારા દંડનીય કાર્યવાહી,ખાનગી વાહનો પર ગેરકાયદેસર ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલી નેમ પ્લેટ પોલીસે જપ્ત કરી
રાજ્યના DGP દ્વારા જાહેર કરેલ હેલ્મેટ નહીં તો કચેરીઓમાં પ્રવેશ નહીંનું પાલન કરાવવા પોલીસની હેલ્મેટ દ્રાઈવ
અરવલ્લી જિલ્લા સેવાસદનના ગેટ પર ટ્રાફિક પોલીસ દ્વારા દંડનીય કાર્યવાહી
ડ્રિચકી વાહન પર હેલ્મેટ અને કારમાં સીટબેલ્ટ ન પહેરનાર સરકારી કર્મચારીઓ દંડાયા
ખાનગી વાહનો પર ગેરકાયદેસર ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલી નેમ પ્લેટ પોલીસે જપ્ત કરી
જિલ્લા સેવા સદન સહિત સરકારી કચેરીઓમાં નીતિ નિયમો વિરુદ્ધ એજન્સી મારફતે ભાડે રાખેલ ખાનગી વાહનો નો રાફડો ફાટ્યો.
ખાનગી વાહનો પર ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખી રોલા પાડતા ચાલકો સામે પોલીસની લાલ આંખ
ગુજરાતના ડીજીપી વિકાસ સહાય દ્વારા પરિપત્ર જાહેર કરી ગત 11 ફેબ્રુઆરી 2025થી તમામ સરકારી કર્મચારઓએ હેલ્મેટ અને કારમાં સીટ બેલ્ટ પહેરવું ફરજીયાત કર્યું,રાજ્યના પોલીસવડા દ્વારા જાહેર કરવામાં આવેલા પરિપત્રમાં ઉલ્લેખ કરાયો છે કે,ગુજરાત રાજ્યના તમામ સરકારી અધિકારી-કર્મચારીઓ રાજ્યના જવાબદાર નાગરિક તરીકે ઓળખ ધરાવે છે. તેઓ બીજા નાગરિકો માટે રોલ મોડલ બને તેવી તેમની પાસે અપેક્ષા રાખવામાં આવે છે.સરકારી કર્મચારીઓ દ્વારા તમામ નિયમોનું પાલન થાય તે અપેક્ષિત છે. અને જરુરી પણ છે.તેમ છતાં અરવલ્લી જિલ્લા સદન સહિત કચેરીઓમાં વાહન લઈ આવતા કર્મચારીઓ હેલ્મેટ અને સીટ બેલ્ટ પહેર્યા વિના નજરે પડે છે.પોલીસ દ્વારા ટ્રાફિક નિયમનનું પાલન કરાવવા છેલ્લા 5 દિવસ અરવલ્લી જિલ્લા સેવાસદનના ગેટ બહાર હેલ્મેટ દ્રાઈવ યોજી ડ્રિચકી વાહન પર હેલ્મેટ અને કારમાં સીટબેલ્ટ ન પહેરનાર કર્મચારીઓ સહિત અન્ય લોકોને સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે આઉટસોર્સ એનજન્સી મારફતે આરોગ્ય,ICDS, સહિત કચેરીઓ માટે ભાડે રાખેલ વાહનો પર નિયમ વિરુદ્ધ નેમ પ્લેટ પર ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખી રોલા પાડતા અને જિલ્લા સેવા સદનમાં પ્રવેશતા ચાલકો સામે પોલીસે લાલ આંખ કરી પાટિયા ઉતારી દઈ દંડનિય કાર્યવાહી હાથ ધરી હતી. જિલ્લા સેવા સદન ના ગેટ પર થી પ્રવેશતા મોટા ભાગના કર્મચારીઓ ચુસ્ત પણે હેલ્મેટ ફરજિયાતનું પાલન ન કરતા હોવાને લઇ અરવલ્લી જિલ્લા પોલીસવડા ના આદેશ બાદ ટ્રાફિક પોલીસ દ્વારા છેલ્લા 5 દિવસથી હેલ્મેટ ટ્રાઈવ યોજી દંડનાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.




