BHARUCHGUJARATNETRANG

નેત્રંગ નગર સહિત પંથક ભરમા શિતળા સાતમ પર્વની થયેલી ભવ્ય ઉજવણી.

 

 બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

તા.૧૧/૦૮/૨૦૨૪

 

નેત્રંગ નગર સહિત પંથક ભરમા પ્રવિત્ર શ્રાવણ માસની શરૂઆત ૫મી ઓગસ્ટ ને  સોમવાર રોજ  શીવ મંદિરોમા ભાવિક ભકતજનોએ હરહર મહાદેવ ના જયઘોષ સાથે વઘામણા કર્યા હતા. શ્રાવણ માસ નો પ્રથમ શનિવાર ને લઇ ને પંથકમા આવેલ હનુમાનજી દાદાના મંદિરોમા દર્શન માટે ભક્તોની ભીડ લાગી હતી.

 

નેત્રંગ-રાજપારડી રોડ પર જેસપોર ગામ થી પૂર્વ દિશામાં આવેેલ વણખુંટા-રાજાકુંવા ગામ પાસે જંગલ વિસ્તારમા આવેલ હનુમાનજી દાદાના મંદિરે શનિવાર ના રોજ દર્શન માટે આવતા ભકતજનો માટે મંદિર ટ્રસ્ટ તરફથી મહાપ્રસાદ ની વેવસ્થા કરવામા આવેલ છે શણકોઇ મુકામે આવેલ બાલા હનુમાનજી દાદાના દર્શન માટે પણ ભારે ભીડ જામી રહી છે.

 

શ્રાવણ માસમા ની શરૂઆતના શ્રાવણ સુદ છઠ અને સાતને રાંઘણ છઠ અને શિતળા સાતમ ના પર્વ તરીકે દક્ષિણ ગુજરાતમા ઉજવામા આવે છે,જેને લઇ ને છઠના દિવસે અનેક જાતની રસોઈ બનાવામા આવે છે.અને શિતળા સાતમના દિવસે મહિલાઓ પોતાના કુટુંબ પરિવારજનો કોઇ પણ જાતના ચામડી ( ઓરી છબડા) ના રોગો થી રક્ષણ માટે શીતળા માતાની પૂજા અર્ચના કરે છે.આ દિવસ દરમિયાન ધરના તમામ લોકોએ આગલા દિવસે બનાવેલ ખોરાક ખાવાનો હોય છે. શિતળા સાતમ પર્વને લઇ ને મહિલાઓને રસોઈ બનાવા માંથી એક દિવસની છુટી માંથી મુકતીમા હરવા ફરવાનો દિવસ હોય છે.પરંતુ મેધરાજાએ ધીમી ઘારે છુટકછુટક રીમઝીમ વરસતા રહેતા મહિલાઓમા નિરાશા જોવા મળી હતી.

Back to top button
error: Content is protected !!