
પ્રતિનિધિ:ડાકોર
તસ્વીર:કુંજન પાટણવાડીયા
ડાકોરમાં ચાલતા વિવિધ ગેસ્ટ હાઉસમાં નિયમો નેવે મુકીને લોકો રાત્રે રોકાણ કરાવતા હોય એસઓજી પોલીસને બાતમી મળતા તેમણે ગઈકાલે ચેકીંગ કરી હતી. આ ચેકિંગ દરમ્યાન ૧૦ ગેસ્ટ હાઉસના માલિકો આ નિયમનો ભંગ કરતા પકડાયા હોય તેમની સામે જાહેરનામા ભંગની કાયદેસરની કાર્યવાહી ડાકોર પોલીસે હાથ ઘરી છે. મળતી માહિતી અનુસાર એસઓજી પોલીસે ડાકોર વિસ્તારમાં ગેસ્ટ હાઉસ ચેકિંગ હાથ ધર્યું હતું અને પથિક અંગેની ડેટા એન્ટ્રી છે નથી તે અંગે તપાસ હાથ ધરી છે. જો કે તપાસમાં પથિક સોફ્ટવેરમાં કોઈજાતની એન્ટ્રી દેખાઈ ન હતી. જેથી તેમની સામેના પગલાં ભર્યા છે. પોલીસે ગોમતી તળાવ પાસે આવેલ કૃષ્ણ ગેસ્ટ હાઉસમાં આ અંગે તપાસ હાથ ધરતા આવા નિયમનો ભંગ હોવાનું જણાય આવ્યું હતું. જેથી પોલીસે કૃષ્ણ ગેસ્ટ હાઉસના માલિક મૌલિકભાઈ ચંદ્રકાંત રાવ (રહે. સુંદર બજાર, કપણ નિવાસ મંદિર પાસે, ડાકોર) સામે ગુનો દાખલ કર્યો હતો.ડાકોર મંદિર પાસે તુલસી ગેસ્ટ હાઉસના માલિક સંદિપ દશરથ ભટ્ટ (રહે. અમદાવાદ) સંતોષ ગેસ્ટ હાઉસના માલિક દિપકભાઈ રામાભાઈ ચૌહાણ (રહે. સરાલી તાલુકો, કઠલાલ, ગોમતી તળાવ પાસેના સંતરામ ગેસ્ટ હાઉસના માલિક ભરતભાઈ વાડીલાલ શાહ (રહે. આમ્રપાલી સોસાયટી,ડાકોર), મંદિર પાસેના વિજય ગેસ્ટ હાઉસના માલિક વિજયભાઈ બાબુભાઈ પટેલ (રહે. તીર્થ ટાઉનશીપ ડાકોર), વિદ્યા ભુવન ધર્મશાળા શહીદપુર પાસે આવેલી છે, તેના માલિક રાજેશ ભૂપન્દ્રભાઈ પંજાબી (રહે. સંતરામ પાર્ક સોસાયટી, ડાકોર), શ્રીનાથજી ગેસ્ટ હાઉસ મંદિર રોડના માલિક આશુતોષ મોહન શાહ (રહે. બળીયાદેવ સોસાયટી ડાકોર), રત્નાગીરી ગેસ્ટ હાઉસના માલિક નીતિનભાઈ રમેશચંદ્ર સેવક (રહે. ડાકોર), આરતી ગેસ્ટ હાઉસ ગણેશ સોસાયટી સામેના માલિક શતેન્દ્ર જીવણ પસરીયા, (પીપળાવાળી ખડકી, ડાકોર), શ્રી રામકૃષ્ણ ગેસ્ટ હાઉસ એન્ડ હોટલ કપડવંજ રોડના માલિક સૂર્યપ્રકાશ રામ દીપક (રહે. શહીદ પોળ, ડાકોર) સામે પણ ગુનો દાખલ કર્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ થોડા દિવસ પહેલાં ડાકોર મંદિરનો મેળો ગયો તે વખતે ગુજરાતભરમાંથી લોકો આ સ્થળે આવ્યા હતા. પરંતુ ગેસ્ટ હાઉસના માલિકે તેમનું કોઈ જાતનું રેકોર્ડ રાખ્યું ન હતું તેમજ પથિક સોફ્ટવેરમાં કાયદેસરની કોઈ જાતની એન્ટ્રી ન કરી હતી જેને લઈને પોલીસે આ અભિયાન ઝુંબેશ ચલાવી હોવાનું કહેવાય છે.




