GUJARATMODASA

અરવલ્લી : શામળાજીના ગ્રામ્ય વિસ્તારમાં ખાનગી કારમાં રહેલી પોલીસ પર બૂટલેગરોએ હુમલો કરી કારના કાચ તોડ્યા..!!

ખાનગી કારમાં રહેલી પોલીસ અરવલ્લી કે પછી રાજસ્થાન રાજ્યની અંગે અનેક શંકા-કુશંકાઓ

અહેવાલ

અરવલ્લી

અરવલ્લી : શામળાજીના ગ્રામ્ય વિસ્તારમાં ખાનગી કારમાં રહેલી પોલીસ પર બૂટલેગરોએ હુમલો કરી કારના કાચ તોડ્યા..!!

ખાનગી કારમાં રહેલી પોલીસ અરવલ્લી કે પછી રાજસ્થાન રાજ્યની અંગે અનેક શંકા-કુશંકાઓ

આંતરરાજ્ય ગ્રામ્ય વિસ્તારમાં ખાનગી કારમાં બુટલેગરોનો માર ખાનાર પોલીસ તોડ કરવા પહોંચી હોવાની ચર્ચાએ જોર પકડ્યું

11 માર્ચના આશરે 7 :30 કલાકે પોલીસની ખાનગી કાર પર બુટલેગરો પથ્થરો અને લાકડીઓ વડે તૂટી પડ્યા

શામળાજી પોલીસ સ્ટેશનમાં બૂટલેગરોએ પોલીસ પર હુમલો કર્યા અંગે કોઇ ફરિયાદ ન નોંધાઈ હોવાનું PSOએ જણાવ્યું

SP શૈફાલી બારવાલ સમગ્ર ઘટના અંગે નિષ્પક્ષ તપાસ કરાવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે છે

ખાનગી કારમાં હુમલાનો ભોગ બનનાર પોલીસે ફરિયાદ ન નોંધવતા અનેક તર્ક-વિતર્ક બુટલેગરો પાસે હપ્તો લેવા ગયા હોવાની પોલીસતંત્રમાં ચર્ચાનો દોર જામ્યો

 

અરવલ્લી જીલ્લામાં બૂટલેગરોએ પોલીસ પર અનેકવાર હુમલો કર્યા હોવાની ઘટનાઓ ભૂતકાળમાં બની છે પોલીસતંત્રના ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મીઓ વિદેશી દારૂના ધંધામાં રહેલી આંધળી કમાણીને લીધે બુટલેગરો સાથેની ભાઇબંધી જગજાહેર છે જીલ્લામાં પોલીસે જ પોષીને મોટા કરેલા બુટલેગરો બેફામ બની પોલીસ પર જ હુમલો કરતા ભારે ચકચાર મચી છે ભિલોડા -શામળાજી પંથકમાં અસંખ્ય લબરમૂછિયા બુટલેગરો વિદેશી દારૂની હેરાફેરી અને વેપલા માટે મરણિયો પ્રયાસ કરતા રહે છે ત્યારે શામળાજી પંથકના ગ્રામ્ય વિસ્તારમાં બુટલેગરોએ અગમ્ય કારણોસર ખાનગી કારમાં રહેલા પોલીસકર્મીઓ પર જીવલેણ હુમલો કરતા પોલીસકર્મીઓ ફફડી ઉઠ્યા હતા જોકે સ્થાનિક લોકોએ પોલીસ કર્મીઓને માંડ માંડ બચાવી લીધા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે ખાનગી કારમાં રહેલ પોલીસ કર્મીઓ અરવલ્લી જીલ્લા કે પછી રાજસ્થાન રાજ્યના અંગે અનેક શંકાઓ-કુંશંકાઓ ચાલી રહી છે

પ્રાપ્ત માહિતી અનુસાર,એક કારમાં ત્રણ થી ચાર પોલીસકર્મીઓ આઠ દિવસ અગાઉ સાંજના સુમારે શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ઓડ-ધંધાસણ પંથકમાં આંટાફેરા મારી રહ્યા હતા ત્યારે બુટલેગરો અને તેના મળતિયાઓ ખાનગી કાર પર પથ્થરોના ઘા ઝીંકી લાકડીઓ વડે તુટી પડતાં કારના કાચ તૂટી ગયા હતા બૂટલેગરોએ પોલીસ કર્મચારીઓને પણ માર મારતા પોલીસ કર્મીઓ ફફડી ઉઠ્યા હતા જો કે સ્થાનીક લોકો ખાનગી કારમાં પોલીસ કર્મીઓ હોવાના લીધે મદદમાં દોડી પહોંચી બચાવી લીધા હતા બુટલેગરોના હુમલાથી હતપ્રત બનેલા પોલીસ કર્મીઓએ આ અંગે બુટલેગરો સામે શરણાગતિ સ્વીકારી લીધી હોય તેમ પોલીસ ફરિયાદ કરવાનું મુનાસિબ નહીં માનતા અનેક પ્રકારની ચર્ચાઓએ જોર પકડ્યું છે બુટલેગરો અને પોલીસકર્મીઓ વચ્ચે હપ્તાની માંગને લઈને દાદાગીરી કરતા બૂટલેગરોએ હુમલો કર્યો હોવાની ચર્ચા ચારે કોર ચાલી રહી છે પોલીસકર્મીઓ તેમના થાણા અધિકારીને અંધારામાં રાખીને ખાનગી કારમાં બુટલેગરો પાસે પૈસા પડાવવા ગયા હતા કે પછી દારૂનો વેપલો ઝડપી લીધા બાદ તોડ કરવામાં બુટલેગરો સાથે વાંધો પડ્યો…!! સહિતની ચર્ચાએ જોર પકડ્યું છે

Back to top button
error: Content is protected !!