વિજાપુર પાલીકા એકત્રીકરણ ની માંગણી ને મુદ્દે શહેર ના બજારો સજજડ બંધ પાળી રેલી કાઢી મામલતદાર ને આવેદનપત્ર આપ્યું
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર પાલીકા એકત્રીકરણ કરવા ની માંગણી ને લઈ શહેરીજનો એ બજારો સજ્જડ બંધ રાખી વિરોધ દર્શાવ્યો હતો. આજે વહેલી સવાર થી શહેર ના ચક્કર ખત્રીકૂવા રામબાગ પાલીકા શપિંગ સેન્ટર શાક માર્કેટ તેમજ બસ ડેપો વિસ્તાર આંબેડકર ચોક વિસ્તાર બુદ્ધિનગર વિસ્તાર ટાવર ચોક સહિતના વિસ્તારો સજ્જડ બંધ પાળ્યું હતુ બપોર બે કલાકે શહેરીજનો પાલીકા વિસ્તાર પાસે મોટી સંખ્યામાં એકઠા થઈને શહેરના વિવિધ વિસ્તારોમાં શહેર બચાવો હદ વધારો રૂધાયેલ વિકાસ ને વેગ આપો સહિત ના વિવિધ બેનરો સાથે પાલીકા થી નીકળી ખત્રકુવા ચક્કર બસ સ્ટેન્ડ થઈ લાટી બજાર થઈ ને મામલતદાર કચેરીએ પોહચી હતી. અને મામલતદાર શૈલેષ સિંહ બારીયા ને આવેદનપત્ર આપતા જણાવ્યું શહેર વિસ્તાર ની હાલનો હદ વિસ્તાર ઘણો નાનો છે. જેની હદ વિસ્તાર વધારવા લીધેલ સરકાર નો નિર્ણય થી શહેરી જનો વિકાસ ને મુદ્દે આવકાર્યો હતો. પરંતુ શહેર અને તાલુકા નો જડપી વિકાસ થશે હાલમાં સરકારે ૧.૯૫ નાની હદને મોટી કરતા અડીને આવેલા ગામડાઓમા વિકાસ પામેલ સોસાયટી ઓનો પાલીકા ભેળવી હદ વધારો કરી સરકાર દ્વારા લેવામાં આવેલ નિર્ણય સામે કેટલાક રાજકારણીઓ ના નેતાઓ એ તેઓના રાજકારણ માટે શહેર વિકાસથી વંચિત રહે તેવા પ્રયત્નો કરવા મા આવી રહ્યા છે ત્યારે શહેરનો વિકાસ થાય અને હદ વધારી પાલીકા બ ગ્રેડ ની પાલીકા બને તેવી શહેરીજનો એ માંગણી કરી રજૂઆત કરી હતી. આ રેલી મા અગ્રણીઓ અગન બારોટ, તેમજ તંજિલ અલી સૈયદ, અસ્પાક અલી સૈયદ ,રેખા બેન કંસારા ,અશોક ખમાર ,પન્ના બેન રાજપુત ,સહિત શહેરી જનો મોટી સંખ્યામાં જોડાઈ ને વિરોધ કરી મામલતદાર ને આવેદનપત્ર આપ્યું હતું.