જીવન કૌશલ્યનો વિકાસ થાય તેવા શુભ આશયથી નારાયણ વિદ્યાલય ભરૂચના વિદ્યાર્થીઓએ સરકારી કચેરીઓની મુલાકાત કરી


સમીર પટેલ, ભરૂચ
***
ભરૂચ – સોમવાર- નારાયણ વિદ્યાલય ભરૂચ ખાતે શાળામાં “ સપના કરો સાકાર” નામનો પ્રોજેક્ટ ચલાવવામાં આવે છે. જેને અનુલક્ષીને આજરોજ નારાયણ વિદ્યાલયના ધોરણ ૧૦માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ જિલ્લા માહિતિ કચેરી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, બાગાયત વિભાગ અને કે.જે. ચોક્સી લાઈબ્રેરી વગેરેની મુલાકાત યોજી હતી. આ મુલાકાત થકી સરકારી કચેરીઓમાં થતી કામગીરીની વિસ્તૃત વિગતો તેમણે મેળવી હતી.
“ સપના કરો સાકાર” ના પ્રોજેક્ટ દ્નારા જીવન કૌશલ્યનો વિકાસ થાય, વિદ્યાર્થીઓમાં વિવિધ સરકારી કચેરીઓ અને સંસ્થાઓમાં થતી કામગીરી અંગે જાગૃતિ આવે તથા વ્યવસાય માટેની સમજ પ્રગટે તેવા શુભ આશયથી વિદ્યાર્થીઓને જુદી – જુદી કચેરીની મુલાકાત કરાવવામાં આવે છે.
આ મુલાકાત દરમ્યાન, વિદ્યાર્થીઓને માહિતી કચેરી દ્નારા કરવામાં આવતી કામગીરી વિશે માહિતી આપી હતી. આ તબક્કે ગુજરાત સરકારનું મુખપૃષ્ઠ સમું પુસ્તક “ગુજરાત પાક્ષિક”, ગુજરાતની લોકકળાઓ અને સંસ્કૃતિ અને તેના જેવા અન્ય માહિતી ખાતા દ્નારા પ્રકાશિત માહિતીસભર પુસ્તકોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ તમામ પુસ્તકો વીશે ટૂંકમાં વિદ્યાર્થીઓને સમજણ આપવામાં આવી હતી.



