MEHSANAMEHSANA CITY / TALUKO

દિવ્યાંગો પગભર બને અને મનોબળ મજબૂત બને તે માટે સરકાર પ્રયત્નશીલ- સાંસદ હરિભાઈ પટેલ

સ્પેશિયલ ઓલમ્પિક વર્લ્ડ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ વિજેતા આશાબેન ઠાકોર નું સન્માન કરાયું.

વાત્સલ્યમ્ સમાચાર,બળવતસિંહ ઠાકોર,મહેસાણા

ભારત સરકારના સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય, તેમજ જિલ્લા વહીવટી તંત્ર મહેસાણાના સંયુક્ત ઉપક્રમે એડીઆઈપી યોજના અંતર્ગત દિવ્યાંગોને જરૂરીયાત મુજબ મળવાપાત્ર સાધન નક્કી કરવા માટે તા.૨૨/૦૩/૨૦૨૫ થી ૨૯/૦૩/૨૦૨૫ સુધી જુદા-જુદા તાલુકામાં દિવ્યાંગ સાધન સહાય એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો આજરોજ મહેસાણા શ્રી ટી. જે. હાઇસ્કુલ ખાતેથી લોકસભાના સાંસદશ્રી હરિભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને પ્રારંભ કરવામાં આવ્યો હતો.


પ્રાસંગિક પ્રવચનમાં સાંસદ હરિભાઈ પટેલે જણાવ્યું હતું કે , “દિવ્યાંગોનું જીવન ઓશિયાળું ના રહે. તેઓ પગભર બને અને તેમનું મનોબળ મજબૂત બને તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે .ભારત સરકાર દ્વારા જિલ્લાના વિધાનસભા ક્ષેત્રોમાં દિવ્યાંગતા નિદાન કેમ્પ સાત દિવસ સુધી યોજાશે. દિવ્યાંગો ગૌરવભેર પગભર થઈ જીવી શકે તે માટે સરકાર આવા કાર્યક્રમો યોજે છે. આ તકે સાંસદશ્રીએ ઉપસ્થિત સૌને અનુરોધ કર્યો હતો કે,”આ સિવાય પણ તમારી આજુબાજુ પાત્રતા ધરાવતા દિવ્યાંગો જો રહી જાય તો તેમનુ પણ નિદાન કરાવજો,પાત્રતા ધરાવતા વધારેમાં વધારે દિવ્યાંગ લોકો આવી સહાયનો લાભ લે તે માટે સરકારી તંત્ર સાથે સૌએ સૌને સહયોગ આપવા માટે પણ તેમણે અનુરોધ કર્યો હતો . તેમણે વધુમાં જણાવ્યું હતું કે , “જેમને ઈશ્વરે વિશેષ દિવ્ય શક્તિ આપી છે તેવા દિવ્યાંગો માટે નરેન્દ્રભાઈ મોદી છે જેના ભાગરૂપે આવા સેવા કેમ્પો યોજાય છે . વડાપ્રધાન શ્રી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પ્રજાકીય કામો કરવા માટે કટિબદ્ધ છે.

રાજ્યસભાના સાંસદશ્રી મયંકભાઇ નાયકે જણાવ્યું હતું કે,” વડાપ્રધાનશ્રી અને તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સામાન્ય માણસની ચિંતા કરીને વિવિધ યોજનાઓ અમલી બનાવી છે ત્યારે કેન્દ્ર અને રાજ્યમાં ડબલ એન્જિનની સરકાર છે .જે આવા કેમ્પો દ્વારા જરૂરતમંદોની સગવડો પૂરી કરવાના વિવિધ કેમ્પો અને સેવા કાર્યો કરી રહી છે. ગુજરાત અને સમાજ સ્વસ્થ રહે તે માટે પોતે તેમજ આસપાસ સૌ માટે આયુષ્યમાન કાર્ડ કઢાવી લો .દિવ્યાંગ સાધનોના ઉપયોગથી દિવ્યાંગોનું જીવન ઉન્નત બનશે. દિવ્યાંગોને રોજગારીની તકો ઊભી કરવા માટે સરકાર સહિત અને સૌ પડખે ઊભા છીએ. મજબૂત અને સ્વસ્થ ગુજરાત બનાવવાના પ્રયત્નો આપણે કરીએ છીએ. તેમને આ તકે દિવ્યાંગો તેમજ સૌને અપીલ કરી હતી કે કેન્સરની લડાઈમાં સહયોગ આપવા માટે વ્યસનોથી દૂર રહીએ. સાંસદ શ્રી એ આ પ્રસંગ સ્પેશિયલ ઓલમ્પિક વર્લ્ડ વિન્ટર ગેમ્સ ૨૦૨૫ માં ફ્લોર બોલ રમતમાં બ્રોન્ઝ મેડલ મેળવનાર મનોદિવ્યાંગ દીકરી આશા ઠાકોર ને બિરદાવ્યા હતા .જેનાથી પ્રેરાઈને અન્ય બાળકો પણ વિવિધ રમતમાં તેમજ શિક્ષણમાં રસ લેતા થાય એમ તેમ તેમણે આ પ્રસંગે જણાવ્યું હતું જણાવ્યું હતું.
પ્રાસંગિક પ્રવચનમાં અગ્રણી ગીરીશભાઈ રાજગોરે દિવ્યાંગજનના નિદાન ઓળખ કેમ્પમાં દિવ્યાંગજનોનુ પરીક્ષણ કરાશે તેમજ ૨૧ પ્રકારની દિવ્યાંગતાની ઓળખ કરી ઘેર બેઠા તેમને સાધન સહાય અપાશે તે વિગતે જણાવ્યું હતું.

મહેસાણાના ધારાસભ્ય  મુકેશભાઈ પટેલે પ્રવચનમાં જણાવ્યું હતું કે ,”દિવ્યાંગોનો ઋણ સ્વીકારવાનો આ અવસર છે અને અમે હજુ વધુ સેવા કરી શકીશું. 40% થી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગોને ઘેર બેઠા સાધન સહાય મળી રહે તેવા પ્રયત્નો ના આ કાર્યક્રમ માટે સાંસદ શ્રીઓને અભિનંદન આપું છું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈએ પહેલા 80% દિવ્યાંગતા ધરાવતા ને માસિક હજાર રૂપિયા મળતા હતા તેના બદલે 60 ટકા દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગોને પણ માસિક ₹1,000 મળશે એવી જાહેરાત બજેટમાં કરી છે. જે માટે હું આપ સૌ વતી તેમનો આભાર માનું છું…
આ પ્રસંગે ઉપસ્થિત સર્વે મહાનુભાવો એ સ્પેશિયલ ઓલમ્પિક વર્લ્ડ વિન્ટર ગેમ્સ -૨૦૨૫ માં ફ્લોરબોલ રમતમાં બ્રોન્ઝ મેડલ મેળવનાર ઊંઝા તાલુકાના કામલી ગામના મનોદ દિવ્યાંગ ખેલાડી આશાબેન ઠાકોરને બિરદાવ્યા હતા તેમજ આ તકે શ્રી હરિભાઈ પટેલે તેમને મોમેન્ટો આપ્યો હતો અને મયંકભાઇ નાયકે રૂપિયા ૫૧ હજારનું રોકડ ઇનામ આપીને તેમનું સન્માન કર્યું હતું.

આ પ્રસંગે મહાનુભાવો એ દિવ્યાંગ તાના પ્રમાણપત્ર આપ્યા હતા. સ્વાગત પ્રવચનમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી  આરતીબેન બોરીચાએ જણાવ્યું હતું કે ,આ એસેસમેન્ટ કેમ્પ અંર્તગત ૨૧ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા તમામ દિવ્યાંગ લાભાર્થીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ એસેસમેન્ટ કેમ્પમાં મોટરાઈઝડ ટ્રાઈસિકલ, સી.પી.ચેર, વ્હિલચેર, ત્રણ પૈડાવાળી સાયકલ, બગલ ઘોડી, કાનનું સાંભળવાનું મશીન વગેરે જરૂરીયાતમંદ લાભાર્થીને ઉપલબ્ધ થાય તે હેતુથી એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ એસેસમેન્ટ કેમ્પ થયા બાદ ટુંક સમયમાં એલીમ્કો કંપની ઉજજૈન દ્રારા સાધનો મળ્યેથી તમામ લાભાર્થીને સાધનોનું વિતરણ કરવામાં આવશે.કાર્યક્રમની આભાર વિધિ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી કે.બી વાણીયાએ કરી હતી કાર્યક્રમનું સંચાલન આર.જે. ઋષભ ભોજક અને મુસ્કાન મન્સૂરીએ કર્યું હતું.

આ પ્રસંગે સર્વ જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ  કલ્પનાબેન પટેલ ,બેચરાજીના ધારાસભ્ય  સુખાજી ઠાકોર ,પૂર્વ સાંસદ  જુગલજી ઠાકોર, દૂધસાગર ડેરીના ચેરમેન  અશોકભાઈ ચૌધરી , આરોગ્ય સમિતિના ચેરમેન મિહિરભાઈ પટેલ,જિલ્લા પંચાયત સભ્ય  મુકેશભાઈ પટેલ ,તાલુકા પંચાયત સદસ્ય  દિલીપભાઈ પ્રજાપતિ, ઓએનજીસીના મેનેજર સુનિલકુમાર, દિશા કમિટીના ચેરમેન જયંતીભાઈ બારોટ ,ડી .જે. હાઇસ્કુલના ટ્રસ્ટી સુભમ શાહ, શ્રી ખોડીયાર ટ્રસ્ટના વિષ્ણુભાઈ ચૌધરી, એપીએમસી મહેસાણાના વાઇસ ચેરમેન ડી.પી. ચૌધરી સહિત મહેસાણા જિલ્લા અને તાલુકા પંચાયતના અગ્રણીઓ તેમજ જન પ્રતિનિધિઓ અને દિવ્યાંગજનો અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!