નરેશપરમાર. કરજણ,
ભરૂચના મકતમપુર ગામમાં ગંદકીનો સામ્રાજ્ય
નગરપાલિકામાં લેખિતમાં જાણ કરવા છતાં પણ તંત્ર નિદ્રાધીન જોવા મળ્યું
પાછલા ઘણા દિવસથી ડ્રેનેજ લાઈનમાં ભંગાણ થવાથી શાળામાં અભ્યાસ કરવા જતા બાળકોને જવા આવવામાં પડતી હાલાકી તેમજ મકતમપુર ખાતે સુપ્રસિદ્ધ સિદ્ધિવિનાયકનું મંદિરે આવેલું છે મંદિરે દર્શન કરવા પગપાળા જતા ભક્તોને આવા ગંદકી યુક્ત પાણીમાંથી પસાર થઈ ભગવાનના દર્શને જવું પડે એ કેટલું વ્યાજબી છે બીજી બાજુ પાછલા એક માસથી પણ વધુ સમયથી જીઇબી દ્વારા લાઈન ખોદી ટ્રાફિકની સમસ્યા સર્જી છે તે અંગે પણ તંત્ર નિંદ્રાધીન છે સુ જનતા આવી તખલીફો વેઠવા માટે વેરા ભરે છે