MORBI:મોરબીના ઉદ્યોગસાહસિક માટે INTELLECTUAL PROPERTY RIGHTS (IPR) પર એક દિવસીય અવેરનેશ વર્કશોપ નું આયોજન કરવામાં આવ્યું

MORBI:મોરબીના ઉદ્યોગસાહસિક માટે INTELLECTUAL PROPERTY RIGHTS (IPR) પર એક દિવસીય અવેરનેશ વર્કશોપ નું આયોજન કરવામાં આવ્યું
Ministry of MSME અને ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થા (EDII)ના સંયુક્ત ઉપક્ર્મે અમલીકૃત તેમજ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર મોરબી અને મોરબી સિરામિક એસોસીએસન ના સપોર્ટથી મોરબી જિલ્લાના ઉદ્યોગ ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે એક સંકલિત મોડલ અમલ કરવા એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપ દરમ્યાન EDII ના ફેકઅલ્ટી ડૉ. દિપક કુમાર યોગી દ્વારા ઉદ્યોગ સાહસિકો ને EDII વિશે માહિતી આપતી વિડીયો ક્લિપ બતાવવામાં આવી તેમજ તે અંગે પ્રાથમિક માહિતી આપવામાં આવી. ત્યાર બાદ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર મોરબીના આસિસ્ટંટ કમીશનર શ્રી વિશાલ આર. દેત્રોજા સાહેબ દ્વારા સરકારી યોજના ના લાભો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી. EDII ના ફેકઅલ્ટી ધ્રુવ પટેલ દ્વારા IPR અંગે માહિતી આપવામાં આવી, IPR શું છે? IPR ના વિવિધ પ્રકારો, IPR ના વિવિધ ઉદાહરણ, IPR રજિસ્ટ્રેશન પર મળતી વિવિધ સરકારી સહાય તેમજ અન્ય બાબતો વિશે ઉંડાણપુર્વક સમજ આપવામાં આવી.
આ એક દિવસીય INTELLECTUAL PROPERTY RIGHTS (IPR) અવેરનેશ વર્કશોપ દરમ્યાન 72 ઉદ્યોગ સાહસિકો જોડાયા હતા. આ તાલીમ મા EDII, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર મોરબી, મહિલા અને બાળવિકાસ કચેરી મોરબી અધિકારીશ્રીઓ, શ્રી આશાપુરા વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ – કચ્છના પ્રતિનિધિશ્રીઓ અને શ્રી માનવ સેવા એજ પ્રભુ સેવા સંસ્થાના-અને જયશ્રી માનવ સેવા ટ્ર્સ્ટ મોરબીના પ્રતિનિધિશ્રીઓ માંથી આવેલ તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ હતું.










