કામદારોના પેન્શન માટે કેન્દ્ર સરકાર સામે અવિરત લડત
પંકજ જોષી(gen.sec. મજુર મહાજન સંઘ)ની આગેવાનીમાં વધુ એક આવેદનપત્ર પાઠવાયુ
જામનગર (ભરત ભોગાયતા)
ગ્રેવા ના સભ્યો પેન્શન માટે ભારત સરકાર સમક્ષ લડત ચલાવી રહ્યાં છે. તેમજ સમયાંતરે આવેદનપત્ર આપી ને આંદોલન ચલાવી રહ્યા છે.
જે અનુસાર મીનીમમ પેન્શન રુપીયા ૭૫૦૦ + મોંઘવારી ભથ્થું તેમજ મેડિકલ સહાય ની માંગણી કરી છે.જેથી કામદાર નિવૃત જીવન સારી રીતે ગુજારી શકીએ.
આ અંગે ભારત ભરમાં જુદી જુદી શાખાઓ દ્વારા જુદી જુદી રીતે પ્રદર્શન યોજાઈ રહ્યા છે.
સૌ ગ્રેવા ના સભ્યોએ આ તકે સામુહિક રીતે રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી તેમજ
ઈપીએફ કચેરી માં
જવા માટે આયોજન કર્યું હતુ.તો સૌ સવારે ૧૧.૦૦ વાગ્યે દિવાળીપુરા ગાર્ડન ખાતે મોટી સંખ્યામાં એકઠા થઈને ત્યારબાદ રેલી સ્વરૂપે બંને ઓફિસ ખાતે આવેદનપત્ર આપવા ગયા હતા
અને સરકારશ્રી ને રજૂઆત કરીને કાંનદારોની વ્યાજબી માંગણી અને અવાજ બુલંદ રીતે પહોંચાડ્યો હતો
આ તકે મજુર મહાજન સ્ઘના જનરલ સેક્રેટરી ,તેમજ એડવોકેટ અને નોટરી પંકજ જોષીએ જણાવ્યુ હતુ કે…….હું આશા રાખું છું કે આપ સહુએ જે રીતે સ્નેહમિલન કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો તે જ પ્રકારે આ આંદોલનને પણ સફળ બનાવવા આપનો સાથ સહકાર આપશો તેવી નમ્રપણે અપીલ કરું છું.
___________
આજ રોજ તારીખ 24 માર્ચ ૨૦૨૫ના રોજ
Epf -95કે જેના અધ્યક્ષ શ્રી અશોક રાવુતજ઼ી છે
જેઓ
ગાંધી ચીંધીયા માર્ગ ઉપર છેલ્લા 10વર્ષ થી અહિંસક લડત ચલાવે છે તેમના નેતૃત્વમાં……
અને આપણા સામાજિક સંગઠન ના સ્વરૂપે એસ ટી, જીઇબી, ડેરી પુરવઠા નિગમ જેવા નિગમો અને બોર્ડના નિવૃત કામદારો માટે હાયર પેન્શન 7500+DA +આરોગ્ય સુવિધા સાથે આવરી પેન્સન લાભો આપવા ની માગણી સ્વરૂપે pF ઓફિસ મારુતિપાર્ક 80,ફીટ રોડે ધરણા કાર્યક્રમ યોજાયો હતો
આ શાંતિ પૂર્વક આદોલન સહ માંગણી સુત્રોચાર કરી પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ ની કેન્દ્ર ની સરકાર ના નાણાં ખાતું, શ્રમખાતું, pmo ખાતું ને અમારી વિનંતી છે કે………..
હાલ કામદારોને સાવ નજીવુ પેન્શન રૂપીયા 200 થી રૂપીયા 3500સુધી નુ જ મળે છે
આવુ જુજ પેન્સન આજે કામદારો ને આ મોંઘવારી ના યુગ મા મળે છે
જે પેન્સનથી કામદાર સન્માનજનક સ્થિતિ મા ભોગવી શકતો નથી
ગુજરાત અને અન્ય પ્રદેશ ના કુલ મળી 7500000 પંચોતેર લાખ કામદાર ની વેદના છે કે સૌ કામદારોને સન્માનજનક જીવન નિર્વાહ કરી શકે તેવું માંગણી મુજબ નુ પેન્સન મળી રહે તે જરૂરી છે
માટે તે માંગણીસભર આવેદન પ્રોવીડન્ટ ફંડ અધિકારીશ્રી ને સુપરત કર્યું છે
અમારી માંગણી સાથે આ આવેદન પ્રધાનમંત્રી શ્રી મોદીજી ની કેન્દ્ર સરકાર , મહામહિમા રાષ્ટ્રપતીજ઼ી તેમજ મહામહિમ રાજ્યપાલશ્રી પહોંચાડી આપશોજી તેમજ હકારાત્મક અભિપ્રાય સહ મોકલશોજી તેવી વિનતી સહ સહકાર માગ્યો છે
વર્તમાન સમય અસંખ્ય કામદારોની પોતાના બાળકો સાર સંભાળ રાખતા નથી
કોઈ આરોગ્ય સારવાર આપી શકતા નથી
કોઈ વૃદ્ધાશ્રમ મા રહે છે
કોઈએ પત્ની ગુમાવી છે
તેમજ અસંખ્ય હાડમારી ને ત્રાસ વચ્ચે જીવન જીવતા આવા કામદારો અસહ્ય કપરૂ જીવન જીવે છે
જેની વેદના સંભાળી પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ ની કેન્દ્ર સરકાર હાયર પેન્સન માંગણી નો સ્વીકાર કરી માઇનોર પેન્સનર પોતાનુ પાછળ નુ જીવન માન મોભા સાથે ગુજારે તેવી આ અધ્યક્ષ શ્રી અશોક રાવુતજી ની માંગણી સ્વીકારવા EPF -95 પેન્સનરો ની લાગણી અને માંગણી સહ રજુઆત છે હવે ધરજ ના ફળ મીઠાં તેને સાર્થક કરશો
_