જાંબુઘોડા ખાતે લોકોના વાંચન માટે સરકારી તાલુકા લાઈબ્રેરી ખુલ્લી મૂકવામાં આવી
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૫.૩.૨૦૨૫
પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકાની ઓળખમાં એક વધુ વિશેષતાનો ઉમેરો થવા જય રહ્યો છે.ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર હસ્તક ગ્રંથાલય ખાતા દ્વારા સરકારના આદેશ અનુસાર આદિજાતિ તથા બિન આદિજાતિ તાલુકાઓમાં ગ્રંથાલય પ્રવૃત્તિને વેગ આપવા સારું ગ્રંથાલય ખાતાના નિયામક ડોક્ટર પંકજ કે ગોસ્વામી ના માર્ગદર્શન હેઠળ મદદનીશ ગ્રંથાલય નિયામક વડોદરા વિભાગ વડા વિદ્યાબેન ભમાત ના સંચાલન હેઠળ જાંબુઘોડા તાલુકા ખાતે પાર્શ્વ ગીરીરાજ જૈન મંદિર ખાતે જાંબુઘોડા વિસ્તારમાં તાલુકા ગ્રંથાલયનું આજે બુધવાર ના રોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતુ જેમા પંચમહાલ જિલ્લા ભાજપ મહામંત્રી મયંકકુમાર દેસાઈ,જાંબુઘોડા તાલુકા પ્રમુખ લાલસીંગભાઈ બારીયાના વરદ હસ્તે ગ્રંથાલય ખુલ્લું મૂકવામાં આવ્યું હતું જેમાં પત્રિકા તાલુકા ગ્રંથાલય 3000 પુસ્તકો જેમાં બાળ સાહ્ય નવલકથા ધાર્મિક ગ્રંથો મહિલા સાહિત્ય અને વિવિધ જાહેર પરીક્ષાઓને લગતા પુસ્તકોથ શરૂઆત કરવામાં આવેલ છે આગામી સમયમાં વિવિધ પુસ્તકોનો ઉમેરો થતો રહેશે અને ગ્રંથાલય પુસ્તકો કોમ્પ્યુટરાઈઝ કરવામાં આવેલ છે આદર્શ ગ્રંથાલ લઈને અનુરૂપ તમામ સુવિધાઓ સજ જોવા મળશે.આ પ્રસંગે જિલ્લા મહામંત્રી મયંકકુમાર દેસાઈ,તાલુકા પ્રમુખ લાલસીંગભાઈ બારીયા, જાંબુઘોડા ગ્રુપ ગ્રામ પંચાયતના યુવા સરપંચ જીતકુમાર દેસાઈ સહિત ગ્રામજનો હાજર રહ્યાં હતા.