BANASKANTHAGUJARATLAKHANI

દિયોદર ના વડાણા ગામમા ઓબીસી સમાજ દ્વારા આપણો હક આપણા અધિકાર ની માંગ

નારણ ગોહિલ લાખણી

ગત રોજ દિયોદર તાલુકાના વડાણા ગામે ઓબીસી અનામતમાં રહેલી અસમાનતા અને ખામીઓના લીધે અનામતનાં લાભથી વંચિત જ્ઞાતિઓ દ્વારા અનામત વર્ગીકરણ થાય અને દર આપણા હક અને અધિકાર મળે એ માટે મિટિંગ યોજવામાં આવી.
જેમાં ઓબીસી વર્ગીકરણ થી થતા ફાયદાઓ વિષે સમજ આપવામાં આવી.
જેમાં તાલુકામાંથી નેતૃત્વ કરતા અને વિદ્યાર્થીઓના હિતેચ્છુ ભરતભાઈ ઠાકોર (ગોદા) તથા દેવચંદજી ઠાકોર દિયોદર ઉપસ્થિત રહીને સંપૂર્ણ માહિતી આપી હતી.
આ પ્રસંગે અમરતજી ,હિતેન્દ્રજી .હરગોવનજી સરપંચ સાંમલા , અરવિંદજી ભડકાસર,નરેશભાઈ લુદરા તથા ગ્રામજનોએ હાજરી આપી હતી

ઠાકોર સમાજ ના તમામ શિક્ષિત વર્ગ અને નોકરિયાત વર્ગ આને કોચિંગ અને ક્લાસિસ અને શિક્ષણ સંસ્થાઓ થી જોડાયેલા લોકો અને તમામ સામાજિક આગેવાનો એ ગામડે ગામડે તાલુકે અને જિલ્લા માં આ રીતે ઓબીસી વર્ગીકરણ ની જાગૃતી લાવી સરકાર જોડે ઓબીસી વર્ગીકરણની માંગણી કરવાની હાકલ પણ કરી હતી…

Back to top button
error: Content is protected !!