એમ.એમ.ચૌધરી આર્ટસ કોલેજ, રાજેન્દ્રનગર માં જિલ્લા કક્ષાનો યુથ પાર્લામેન્ટ કાર્યક્રમ યોજાયો.

અહેવાલ:- પ્રતિક ભોઈ
એમ.એમ.ચૌધરી આર્ટસ કોલેજ, રાજેન્દ્રનગર માં જિલ્લા કક્ષાનો યુથ પાર્લામેન્ટ કાર્યક્રમ યોજાયો.
કમિશનરશ્રી,યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી,ગાંધીનગર પ્રેરિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, હિંમતનગર,સાબરકાંઠા દ્વારા જિલ્લા કક્ષાની યુથ પાર્લામેન્ટ કાર્યક્રમ ૨૦૨૪- ૨૫ એમ.એમ.ચૌધરી આર્ટસ કોલેજ રાજેન્દ્રનગરમાં તા.૨૬/૩/૨૦૨૫ના રોજ યોજવામાં આવ્યો. જેમાં સાબરકાંઠા જિલ્લાની વિવિધ કોલેજો અને ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક શાળાના વિધાર્થીઓએ ભાગ લીધો. કાર્યક્રમનો આરંભ પ્રાર્થનાથી કરવામાં આવ્યો. મહેમાનો અને નિર્ણાયકશ્રીઓનું શાબ્દિક સ્વાગત કોલેજના આચાર્યશ્રી ડૉ.પ્રવિણભાઇ ચૌધરીએ કર્યું હતું.મહેમાનોના પુસ્તક તેમજ પુષ્પગુચ્છથી સ્વાગત બાદ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો. સાબરકાંઠા જિલ્લાના યુવા વિકાસ અધિકારી શ્રીમતિ આશાબેન પટેલે પ્રાસંગિક ઉદબોધન કરી ભાગ લેનાર સ્પર્ધકોને આશિર્વચન પાઠવ્યા હતા.પ્રાંત યુવા વિકાસ અધિકારી શ્રી સુરેશભાઈ ઠાકોરે પણ સ્પર્ધકોને પ્રોત્સાહિત કર્યા હતા.નિર્ણાયકશ્રીએ સ્પર્ધાના નિયમો જણાવી સ્પર્ધા શરૂ કરવામાં આવી. “વિકસિત ભારત @ ૨૦૪૭”,”ભારતીય બંધારણના ૭૫ ગૌરવશાળી વર્ષ” તેમજ “વન નેશન વન ઇલેક્શન વિકસિત ભારત માટે મોકળો માર્ગ “ જેવા વિષયો પર સ્પર્ધકોએ ઉત્સાહભેર વક્તવ્યો આપ્યા હતા. જેમાં પ્રથમ ક્રમે કુ.માનસી કમલેશભાઈ પટેલ, દ્વિતીય ક્રમે ઉમંગ હરેશભાઈ પ્રજાપતિ અને તૃતીય ક્રમે શ્રેયા જયેશભાઈ બારોટ રહ્યા હતા.નિર્ણાયક તરીકે શ્રી મોહનભાઈ પટેલ, ( નિવૃત આચાર્ય, માય ઓન હાઈસ્કૂલ, હિંમતનગર) નારણભાઇ સુથાર ( નિવૃત આચાર્ય,સમર્થ કેમ્પસ, હિંમતનગર) તેમજ ડૉ.મહેશભાઈ પટેલે ( એસોસિએટ પ્રોફેસર, એમ.એમ.ચૌધરી આર્ટસ કોલેજ,રાજેન્દ્રનગર) સેવા આપી હતી. કાર્યક્રમનું સંચાલન ડૉ.મહેશભાઈ પટેલ અને ડૉ.રમેશભાઈ પટેલે કર્યું હતું. કાર્યક્રમની આભારવિધિ ડૉ.પ્રગ્નેશભાઈ ત્રિવેદીએ કરી હતી.



