સણસોલી ખાતે કલેકટરની અધ્યક્ષતામાં રાત્રિ સભા યોજાઈ,ગ્રામજનોના પ્રશ્નો વહેલીતકે ઉકેલવા ખાતરી આપી.

તારીખ ૨૬/૩/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના સણસોલી ગામ ખાતે શ્રી આર જે એસ વિદ્યામંદિર હાઇસ્કુલમાં રાત્રી સભા યોજાઈ જેમાં જિલ્લા કલેકટર આશિષ કુમાર દ્વારા ગ્રામજનોની સાથે સીધો સંવાદ કરીને તેઓના પ્રશ્નો જેમકે પીવાના પાણીની સમસ્યા, સિંચાઇ ની સમસ્યા, લાઈટ ની સમસ્યા રોજગારી જેવી સમસ્યાઓની જાણકારી મેળવી હતી અને સંબંધિત વિભાગના અધિકારીઓને આ બાબતે હકારાત્મક કામગીરી કરી સમસ્યાઓના નિવારણ કરવા સૂચનો આપ્યા.આ સભામા જિલ્લાના તમામ અધિકારીઓએ ઉપસ્થિત રહી પ્રજાના પ્રશ્નો સાંભળી પોતાના વિભાગ વિશે સરકારી યોજનાકીય માહિતી તેમજ લોકોને મળવા પાત્ર લાભો અંગે જાણકારી પુરી પાડી હતી આ રાત્રી સભામા સણસોલી ગામ પંચાયત ના સરપંચ નિલેશભાઈ તલાટી એ કે ગૌસ્વામી પૂર્વ તાલુકા ઉપ-પ્રમુખ વિજયસિંહ રાઠોડ તેમજ પંચાયત બોડીના તમામ સભ્યો આંગણવાડી કાર્યકર બહેનો અને સખી મંડળની બહેનો જિલ્લાના આગેવાનોઓ, ગામના આગેવાનો સાથે ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.






