
તા.૨૮.૦૩.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:સુરત શહેર પાંડેસરા પો.સ્ટે.મિસીંગ કામના ગુમ થનાર મહિલા તથા તેની સાથેના ઇસમને શોધી કાઢી પાંડેસરા પોલીસને સોપતી દાહોદ રાજકીય રેલ્વે પોલીસ
નાયબ પોલીસ મહાનિરીક્ષક સરોજકુમારી સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક જી.એસ.બારીયા સાહેબ તથા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર કે.એસ. દેસાઈ સાહેબ નાઓની સુચના આધારે પોલીસ સબ ઇન્સ. એમ.એન.પરમાર સાહેબ દાહોદ રેલ્વે પોલીસ સ્ટેશન નાઓ દ્વારા ગુમ થયેલ સ્ત્રી/પુરૂષો, બાળકોને શોધી કાઢવા માટે સુચના તેમજ માર્ગદર્શન આપવામાં આવેલ હોય તેમજ તે અંગેની ઉપરી અધિકારીઓ તરફથી અવાર નવાર ડ્રાઇવ રાખવામાં આવતી હોય જે આધારે આજરોજ તા.૨૩/૩/૨૦૨૫ ના રોજ પાંડેસરા પો.સ્ટે. સુરત શહેર થી પો.સબ. ઇન્સ. શ્રી એમ.એન.પરમાર સાહેબ નાઓના મોબાઇલ ફોન ઉપર ફોન આવેલ કે એક છોકરો મુન્નાખાન અને એક છોકરી નેહા યાદવ ને લઇને જમ્મુતાવી એક્સ્પ્રેસ ટ્રેનમાં ભાગેલ છે. જે અંગે પાંડેસરા પો.સ્ટે. માં મીસીંગ નં.૧૪/૨૦૨૫ તા.૨૩/૦૩/૨૦૨૫ થી દાખલ થયેલ છે તેમ જણાવી તેઓ બન્નેના ફોટાઓ વોટસએપ દ્વારા મોકલાવેલ જે આધારે પો.સબ ઇન્સ. સાહેબ નાઓ સ્ટાફના માણસો સાથે પ્લેટફોર્મ નં.૦૩ ઉપર જઇ જમ્મુતવી એક્સ્પ્રેસ ટ્રેનમાં જઈ તપાસ કરતા હતા અને તેઓની ભાળ મળે તે પહેલા ટ્રેન ઉપડતા પો.સબ ઇન્સ. સા.નાઓએ અત્રેના પો.સ્ટે.ના પો.હેડ કોન્સ. જયેંદ્રકુમાર રૂપાભાઇ બ.ન.૮૫ તથા પો.હેડ કોન્સ. જીતેંદ્ર સાહેબરાવ બ.નં.૬૩ તથા લોકરક્ષક કિશનભાઈ ધુડાભાઈ બ.નં.૩૫૧ નાઓને જમ્મુતવી ટ્રેનમાં ચઢવા જણાવતા તેઓ ટ્રેનમાં બેસી ટ્રેન ચેક કરતા હતા તે દરમ્યાન તેઓને આ બન્ને છોકરો-છોકરી ટ્રેનમાં બેસેલા જણાતા તેઓ બન્નેની પુછપરછ કરતા આ બન્ને પાંડેસરા પો.સ્ટે.થી ભાગેલા છોકરા-છોકરી હોય તેઓને મેઘનગર (એમ.પી.) ખાતે ઉતારી મળતી ટ્રેનમાં સાબરમતી એક્સ્પ્રેસમાં દાહોદ રે.પો.સ્ટે. ખાતે લાવી તેઓનું નામ સરનામું પુછતા છોકરાનું નામ મોનુખાન મહંમદ સઈદ પઠાણ ઉવ.૨૧ રહે.દિલાવરગઢ થાના શીવરતનગંજ ચોકી ઈનોના તા.હોલઈ જી.અમેઠી તથા છોકરીનું નામ રીના (નામ બદલાવેલ છે.) હોવાનું જણાવેલ જેઓની આધાર કાર્ડ સાથે ખરાઈ કરતાં આ બંન્ને પાંડેસરા પો.સ્ટે.સુરત ખાતેથી ભાગેલ તે જ હોવાનું પુરવાર થતાં આ બંન્નેને પકડ્યા અંગે પાંડેસરા પો.સ્ટે.ખાતે ટેલીફોનથી જાણ કરતાં પાંડેસરા પો.સ્ટે.ના પો.હેડ કોન્સ.રવિકાંતભાઈ નાનજીભાઈ બ.નં.૪૧૮ નાઓ લેવા આવતાં તા.૨૪/૦૩/૨૦૨૫ ના કલાક ૨/૩૦ વાગે આ બંન્ને છોકરા છોકરીનો કબજો તેઓને સોંપેલ છે જે બંન્નેનો કબજો મેળવી તેઓ પાંડેસરા પો.સ્ટે.સુરત ખાતે લઈ ગયેલ છે. કામગીરી કરનાર અધિ/કર્મચારી (૧) પો.સબ ઇન્સ. એમ.એન પરમાર (૨) પો.હેડકોન્સ. જયેંદ્રકુમાર રૂપાભાઇ બ.ન.૮૫ (૩) પો.હેડ કોન્સ. જીતેંદ્ર સાહેબરાવ બ.નં.૬૩ (૪) લોકરક્ષક કિશનભાઈ ધુડાભાઈ બ.નં.૩૫૧




