ગઈકાલે દિપસિંહજી રાજપુત છાત્રાલય ધ્રોલ ભાયાત આયોજિત વિદ્યાર્થી સત્કાર સન્માન સમારોહમાં શ્રી રાજપુત કરણી સેના. ના રાષ્ટ્રીય સંયોજક શ્રી પ્રવિણસિંહજી ઝાલા સાદુરકા નું ભવ્ય અતિ ભવ્ય સન્માન થયું હતું.પ્રવીણસિંહજી ઝાલા હાલમાં ભારતીય થલ સેનામાં ફરજ બજાવી રહ્યા છે.આ તકે ભૂતપૂર્વ કેબિનેટ મિનિસ્ટર ભુપેન્દ્રસિંહજી ચુડાસમા, રાજ્યકક્ષા ના મંત્રી અને સ્ત્રીઓ માટે ઉમદા ઉદાહરણ એવા રીવાબા જાડેજા, રાજ્યસભા સાંસદ શ્રી મહારાણા કેશરીદેવસિંહજી ઝાલા , આઈપીએશ મનોહરસિંહ જાડેજા, રણજીતસિંહ જાડેજા મુળુભા જાડેજા પરિવાર ધ્રોલ યુવરાજસાહેબ , મહારાણી શ્રી શૈલી દેવી ધ્રોલ જામનગર જિલ્લા રાજપુત સમાજના પ્રમુખ શ્રી પી એશ જાડેજા સાહેબ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.






