
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જીલ્લાનાં સુબિર તાલુકાનાં ગાયગોઠણ ગામે રહેતો સીમગુભાઈ ગંગાજુભાઈ ચોર્યા ઉ.46 ગતરોજ શનિવારે સાંજે 6.30 કલાકે તેની માલિકીની સ્પેન્ડર બાઈક ન.જી.જે.30.બી.1118 લઈ સુબીર આહવા માર્ગ પર યાહામોગી માતાનાં મંદિર પાસેથી પસાર થઈ રહ્યા હતા.ત્યારે અહી અચાનક બાઈક સ્લીપ થઈ જતા તેના શરીરે તેમજ માથાનાં ભાગે ગંભીર ઈજાઓ પોહચી હતી.જેથી તેને તાત્કાલીક સારવારનાં અર્થે આહવાથી વાંસદા કોટેજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.પરંતુ ગંભીર ઈજાઓનાં પગલે બાઈક ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતુ…




