
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી- મુન્દ્રા કચ્છ.
મુન્દ્રા, તા.3: મુન્દ્રા તાલુકાના કુંદરોડી ગામે તા.5/4/2025, ચૈત્ર સુદ આઠમ અને શનિવારના રોજ સમસ્ત ચોથાણી પરિવારના માતાજી મોમાઈ માં ધામ ખાતે હવન તથા પેડીનું આયોજન કરવામાં આવેલ છે.
સવારે હવન બાદ બપોરે સમૂહ પ્રસાદ સ્વ. લક્ષ્મીબેન લાલજી ચોથાણી હસ્તે સ્વ.દિપકભાઈ, કિશોરભાઈ તથા રમેશભાઈ તરફથી રાખવામાં આવેલ છે. તો સમસ્ત ચોથાણી (રાચ્છ) પરિવારના સભ્યોએ લાભ લેવા મુન્દ્રા લોહાણા મહાજનના પ્રમુખશ્રી કિશોરભાઈ લાલજી ચોથાણીએ એક યાદીમાં જણાવ્યું છે.




