GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER
WANKANER:વાંકાનેરના કોટડા નાયાણી ગામે દેશી દારૂની ભઠ્ઠી ઉપર પોલીસ ત્રાટકી
WANKANER:વાંકાનેરના કોટડા નાયાણી ગામે દેશી દારૂની ભઠ્ઠી ઉપર પોલીસ ત્રાટકી
વાંકાનેર : વાંકાનેર તાલુકાના કોટડા નાયાણી ગામની સીમમાં નદીના કાંઠે દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસે દરોડો પાડતા બનાવ સ્થળેથી આરોપી શક્તિ જયંતીભાઈ સોલંકી નામના શખ્સની દેશી દારૂની ચાલુ ભઠ્ઠી મળી આવી હતી. જો કે, પોલીસને જોઈ આરોપી શક્તિ તેમજ તેના બે સાગરીતો નાસી ગયા હતા. બનાવ સ્થળેથી પોલીસે 150 લીટર ગરમ આથો, 1840 લીટર ઠંડો આથો, 65 લીટર દેશી દારૂ તેમજ ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂપિયા 67,250નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.