GUJARATMODASA

અરવલ્લી : મંત્રીની બડાશથી કેટલું સત્ય : મંત્રી ભીખુસિંહે કહ્યું, મારા કાર્યકરે 200 મૃતદેહ કાઢ્યા.!!! સેવાકાર્ય માટે પોસ્ટમોર્ટમ રૂમ બહાર હતો – કાર્યકર 

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : મંત્રીની બડાશથી કેટલું સત્ય..? : મંત્રી ભીખુસિંહે કહ્યું, મારા કાર્યકરે 200 મૃતદેહ કાઢ્યા.!!! સેવાકાર્ય માટે પોસ્ટમોર્ટમ રૂમ બહાર હતો – કાર્યકર

અમદાવાદ ખાતે વિમાન દુર્ઘટના મામલે ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારે અરવલ્લી ખાતે બડાશ હાંકતા કહ્યું કે, તેમના વિસ્તાર અરવલ્લીના જિલ્લા યુવા ભાજપ મોરચાના પ્રમુખ અમિશ પટેલે ઘટનાસ્થળેથી વિમાન નીચે ફસાયેલા 200 મૃતદેહો બહાર કાઢ્યા હતા.અને આ સેવાકીય કાર્ય કર્યા ના વખાણ કરતુ બયાન આપ્યું હતું પરંતુ આ નિવેદન ને લઇ ક્યાંક પ્રશ્નો ઉદભવ્યા છે જેમાં અન્ય લોકો સહિતની બચાવ ટુકડીની કામગીરી સામે પ્રશ્નાર્થ ખડો કરે તેવી મંત્રીની વાતથી સરકારમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યાં હતાં. પરંતુ સમગ્ર બયાન ને લઇ એક ખાનગી પ્રેસમીડિયા મારફતે અહેવાલ માં જણાવ્યા મુજબ અમિષ પટેલે કહ્યું કે, હું આવા પબ્લિસિટી સ્ટન્ટમાં નથી માનતો. મેં મૃતદેહ બહાર કાઢ્યા નથી, માત્ર સેવાકાર્ય માટે પોસ્ટમોર્ટમ રૂમ બહાર હતો.હાલ સોશિયલ મીડિયામાં નિવેદન લઇ ક્યાંક પ્રશ્નો ઉદભવ્યા છે. સત્ય શું…?

Back to top button
error: Content is protected !!