કાલોલ કુમાર શાળા ખાતે વાર્ષિકોત્સવ તેમજ ધોરણ આઠનો વિદાય સમારંભ હર્ષોલ્લાસ સાથે ઉજવાયો..

તારીખ ૦૪/૦૪/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
આજ રોજ તારીખ ૦૪/૦૪/૨૦૨૫ ને શુક્રવારે કાલોલ કુમાર શાળા ખાતે શાળાનો વાર્ષિકોત્સવ તેમજ ધોરણ આઠ માં નો વિદાય સમારંભ ની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સમારંભના અધ્યક્ષ કાલોલ તાલુકાના મામલદાર વાય.જે.પુવાર અને ઉદ્ઘાટક તરીકે નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ હસમુખભાઈ મકવાણા ના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી ને ખુલ્લો મુકવામાં આવ્યો સાથે સાથે આમંત્રિત મહેમાન નગરપાલિકા ના નવનિયુક્ત કારોબારી અધ્યક્ષ જોસનાબેન બેલદાર,પક્ષના નેતા હરિકૃષ્ણ પટેલ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ગોપાલભાઈ પંચાલ,પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ પ્રમુખ તુષારભાઈ શાહ, નગરપાલિકાના સભ્ય રજ્જાકભાઇ બેલીમ(અલ્તુ), સલામભાઈ કાનોડીયા વગેરે ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી ઉપરાંત કાલોલના અગ્રગણ્ય નાગરિકો પણ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમના સમારંભમાં દીપ પ્રાગટ્ય કરી કાલોલ કુમાર શાળાના આચાર્ય રાકેશ ઠાકર દ્વારા આમંત્રિત તમામ મહેમાનોનું શાબ્દિક સ્વાગત અને બુકે આપી સન્માન કરવામાં આવ્યું હતું.સમારંભના અધ્યક્ષ અને ઉદ્ઘાટક દ્વારા પ્રાસંગિક ઉદ્ભબોધન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના બાળદેવો દ્વારા કાર્યક્રમના ઉપક્રમે વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ સુંદર રીતે રજૂ કરી હતી જેમને મહેમાનો દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતા. Smc, વાલીગણ અને સ્ટાફ દ્વારા બાળકોને પ્રોત્સાહિત કરી આશિષ વચનો પાઠવ્યા હતા.ધોરણ છ ના વિદ્યાર્થીઓએ ધોરણ આઠ ના વિદ્યાર્થીઓ ને વિદાય ગીત દ્વારા સન્માન આપ્યું હતું. શાળાના શિક્ષિકા ગીતાબેન દ્વારા વિદાય ગીત રજૂ કરી ભાવવિભોર બનતાં ધોરણ ૮ ના બાળકો ને આશિષ વચનો પાઠવ્યા હતા.છેલ્લે ભોજન ના આનંદ માણી સર્વે આ ક્ષણને વાગોળતાં છૂટા પડ્યા હતા.








