GUJARATHALOLPANCHMAHAL

હાલોલ:સરસ્વતી વિદ્યા મંદિરમાં શાળાનો વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી 

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૪.૪.૨૦૨૫

તા.3.4.2025 ગુરુવારના રોજ સરસ્વતી વિદ્યા મંદિર હાલોલ ખાતે સરસ્વતી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સરસ્વતી વિદ્યા મંદિરમાં સરસ્વતી સાધના નામે વાર્ષિક ઉત્સવ 2024-25 નું આયોજન કરવામાં આવ્યું હતું.આ વાર્ષિક ઉત્સવમાં મુખ્યઅતિથિ તરીકે હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર,કણજરી સ્ટેટ યુવરાજ મયુરધ્વજસિંહજી પરમાર,હાલોલ મામલતદાર મુકેશભાઈ બી શાહ , શાળાના પ્રમુખ તમામ ટ્રસ્ટી તથા હાલોલ ના તમામ પત્રકાર મિત્રો કાર્યક્રમમાં હાજરી આપી સૌપ્રથમ દ્વીપ પ્રગટે કરી મહેમાનઓને સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યાર બાદ વર્ષ દરમિયાન પોતાની શૈક્ષણિક તથા સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં મોખરે રહી પ્રથમ સ્થાન મેળવનાર તેજસ્વી તારોલાઓનો આ મહાનુભાવો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.અને સાંસ્કૃતિક કાર્યક્રમ ની જેવા કે અલગ અલગ કૃતિઓ સ્કૂલ ચલે હમ ,મોબાઈલથી જેસી કરની વેસી ભરની ,રામ સીયારામ મહાકાલી ,કૃષ્ણ લીલા, છાવ, ઝાંસી કી રાની લક્ષ્મીબાઈ ,કોમેડી ડાન્સ મોબાઈલ એડમિશન વગેરે જેવી કૃતિઓ ઉપર તમામ વિદ્યાર્થીઓ દ્વારા કલાનું કામ કરવામાં આવ્યું હતું અને સાંસ્કૃતિક માહોલ બનાવવામાં આવે ત્યારબાદ અંગ્રેજી માધ્યમના પ્રિન્સિપલ વિજય સુવાસર ધ્વારા શાળામાં એન્યુઅલ રિપોર્ટ રજૂ કર્યો હતો અને ત્યારબાદ બંને માધ્યમના પેરેન્ટ્સ પોતાના વર્ષ દરમિયાન ના અનુભવોનું વર્ણન કરતા શાળાનો અભિનંદન પાઠવ્યા હતા અને અંતે સરસ્વતી વિદ્યા મંદિરના પરિવારના સ્વર્ગસ્થ બંને ટ્રસ્ટીઓ સ્વ.રાજુભાઈ ઠક્કર તથા અમીબેન શાહને શ્રદ્ધાંજલિ અર્પી કાર્યક્રમના અંતે ગુજરાતી માધ્યમના પ્રિન્સિપાલ જીગ્નેશ પટેલ દ્વારા કાર્યકર્મને સફળ બનાવનાર તમામ વ્યક્તિ નામી અનામીનો આભાર વ્યક્ત કરી આ કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં શાળાના આચાર્ય, શિક્ષકો,વિધાર્થીઓ અને વાલીઓ હાજર રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!