GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO
Halvad:હળવદના ગોલાસણ ગામે ગૌચર અને ખરાબાની જમીન બાબતે ત્રણ શખ્સોએ વૃદ્ધને માર માર્યો

Halvad:હળવદના ગોલાસણ ગામે ગૌચર અને ખરાબાની જમીન બાબતે ત્રણ શખ્સોએ વૃદ્ધને માર માર્યો
હળવદના ગોલાસણ ગામે ગૌચર અને ખરાબાની જમીનમાં કબજો ખાલી કરાવવા કરેલ અરજી મામલે ત્રણ શખ્સોએ વૃદ્ધને માર મારી ઈજા પહોચાડી હોવાની ફરિયાદ નોંધાઈ છે.
હળવદની હરિદર્શન સોસાયટીમાં રહેતા મનુભાઈ ફતેસિંહ મહેડુંએ હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે મનુભાઈ એ આગાઉ ગૌચર અને ખરાબાની જમીનમાં કબજો નહિ કરવા બાબતે અરજી કરેલ હોય જેનો ખાર રાખી આરોપી દશરથભાઈ ગેલાભાઈ ખાંભડીયા, સંજયભાઈ ગેલાભાઈ ખાંભડીયા, મુકેશભાઈ ગેલાભાઈ ખાંભડીયાએ મનુભાઈને ઢીકા પાટુંનો માર મારી તથા લાકડાના ધોકા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે.







