કાલોલ ની કરાના મુવાડા પ્રા.શાળામાં ધોરણ ૫ નો વિદાય સમારંભ અને સત્યનારાયણ ભગવાનની કથા નુ આયોજન કરાયુ.
તારીખ ૦૫/૦૪/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાની કરાના મુવાડા પ્રાથમિક શાળામાં ચૈત્ર મહિનાની નવરાત્રી માં બાળકો સત્યનારાયણ ભગવાન વિશે જાણે અને ધાર્મિકતા નો ભાવ કેળવાય તે હેતુસર શાળામાં સત્યનારાયણ ની કથા દીપકભાઈ ઉપાધ્યાય ધ્વારા કરવામાં આવી.જેમ શાળા ના આચાર્ય રમેશકુમાર પટેલ અને શાળા ના ધો.૫ ના તમામ બાળકો યજમાન પદે બેસીને પૂજા અર્ચના કરવામાં આવી હતી.આ કથા અને વિદાય કાર્યક્રમ માં સીઆરસી કો.ઓ.દીપકભાઈ એસ.એમ.સી ના સભ્યો ગામલોકો,માતાઓ અને માજી સીઆરસી કો.ઓ મહેદ્રભાઈ હાજર રહ્યા હતા.એ તબક્કે સદર શાળાના નયનાબેનપટેલ અને કૈલાસબેન પટેલ નો પૂરો સહયોગ મળ્યો હતો.ધોરણ ૫ ના તમામ બાળકો એ શાળા ને બે દીવાલ ઘડિયાળ ભેટ આપી હતી.કૈલાસબેન તરફ થી બાળકો ને પાણીના જગ,નયનાબેન અને આચાર્ય તરફથી કંપાસ ભેટ આપ્યા હતા.સીઆરસી કો.ઓ સણસોલી અને એમ.ડી.એમ સંચાલક પિંકલબેન તરફથી ચોપડા ભેટ માં આપ્યા હતા.શૈલેષભાઈ તરફથી નાસ્તા નો સમાન આપવામાં આવ્યો હતો.કથા અને વિદાય કાર્યક્રમ માં ઉપસ્થિત રહેલ તમામ નો શાળા ના આચાર્ય રમેશ પટેલ તરફથી આભાર વ્યક્ત કર્યો હતો.