સુરેન્દ્રનગરના મુળી પંથકમાં ગેરકાયદેસર ચાલતી ખાણો પર પ્રાંત અધિકારીના દરોડા..ગેરકાયદેસર કાર્બોસેલની ખાણો પર પ્રાત અધિકારી દ્વારા રેડ દરમિયાન કરોડોનો મુદ્દામાલ જપ્ત..ચોટીલા પ્રાંત અધિકારી અને મામલતદાર સહિતની ટીમે મુળી તાલુકામાંથી મોટાપાયે ગેરકાયદેસર ખનીજ ચોરી ઝડપી પાડી ..જ્યારે મુળીના તાલુકાના આસુંદ્રાળી, ખંપાળીયા, વગડીયા અને ઉમરડા ગામની સીમમાં ગેરકાયદેસર કાર્બોસેલની ખનીજ ચોરી અંગે ચેકીંગ હાથ ધર્યું. જેમાં રેઇડ દરમિયાન ૩૦ ચરખી, ૩૦૦ ટનથી વધુ કાર્બોસેલ, ૦૫ ટ્રેક્ટર, ૦૧ લોડર, ૦૪ જનરેટર, ૦૩ બાઈક, ૦૩ મોબાઇલ, ૨૦૦ નંગ વિસ્ફોટક પદાર્થ, ૧૦ બેટરી સહિત અંદાજે ૧.૫ કરોડનો મુદ્દામાલ કબ્જે કર્યો
રિપોર્ટર, જેસીંગભાઇ સારોલા સાયલા
CJP ની સરકારે બે માંગ સ્વીકારી શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ પર કાલે નિર્ણય
મોરબી મહાનગરપાલિકામાં રાજકીય ભૂકંપ:BJP કોર્પોરેટર સીતાબેન હુંબલે રાજીનામું આપવા 'કમલમ' પહોંચ્યા!
સરકાર દ્વારા આંદોલનકારી વિદ્યાર્થીઓ પર FIR ન કરવાની લેખિત બાંહેધારી આપવામાં આવી.
Follow Us