GIR GADHADAGIR SOMNATH
ગીર ગઢડા ની નવાઉગલા પ્રાથમિક શાળાના બાળકોની વિવિધ સાર્વજનિક સંસ્થાઓની મુલાકાત
ગીરગઢડા તાલુકાની શ્રી નવાઉગલા પ્રાથમિક શાળાના ધોરણ- 6 થી 8ના તમામ વિદ્યાર્થીઓ માટે ધોકડવા ખાતે વિવિધ સંસ્થાઓની મુલાકાત

વાત્સલ્યમ્ સમાચાર
વિશાલ ચૌહાણ ગીર ગઢડા
ગીર ગઢડા ની નવાઉગલા પ્રાથમિક શાળાના બાળકોની વિવિધ સાર્વજનિક સંસ્થાઓની મુલાકાત.
ગીરગઢડા તાલુકાની શ્રી નવાઉગલા પ્રાથમિક શાળાના ધોરણ- 6 થી 8ના તમામ વિદ્યાર્થીઓ માટે ધોકડવા ખાતે વિવિધ સંસ્થાઓની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના શિક્ષકો સાથે તમામ બાળકોએ પોસ્ટ ઓફિસ, સૌરાષ્ટ્ર ગ્રામીણ બેન્ક, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા અને મિશ્ર પ્રાથમિક શાળા જેવી વિવિધ સંસ્થાઓ અને ધોકડવા ખાતે આવેલ અન્નપૂર્ણા આશ્રમ અને શ્રી શક્તિધામ મંદિરની મુલાકાત લીધી હતી. બાળકોને આ વિઝીટથી મુલાકાત લીધેલ સંસ્થાઓના કાર્યો અને કામગીરીથી માહિતગાર કરવામાં આવ્યા હતા




