BHUJGUJARATKUTCH

નોખાણિયા પ્રા.શાળામાં આનંદમેળો યોજાયો.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી-બિમલભાઈ માંકડ-ભુજ કચ્છ.

ભુજ,તા. ૮ એપ્રિલ  : શાળાના વિદ્યાર્થીઓ ચીવટતા ,ચોકસાઈ,સ્વચ્છતા,વાનગીની રીત,સ્વાદ,વપરાતી વસ્તુઓ,ખર્ચ ,નફો – નુકસાન, હિસાબ વગેરે શીખી શકે અને સાથે તેમનામાં વ્યવસાયિક કૌશલ્ય કેળવાય એ હેતુસર નોખાણિયા પં. પ્રા. શાળામાં પ્રથમ વખત આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોએ વડા પાઉં, ભૂંગળા – બટેટા, દહીં – પૂરી , ભેળ, લીંબુ શરબત, ચણા ચાટ, ભજીયા , ગુલાબ જાંબુ, શીખંડ જેવી અવનવી વાનગીઓ સાથે ખાણી – પીણીના સ્ટોલ ઉભા કરી તેનું વેંચાણ કર્યું હતું. એસ.એમ. સી. ના અધ્યક્ષ ભીલાલ સમાએ રીબીન કાપી આનંદ મેળાનો પ્રારંભ કરાવ્યો હતો. બાળકોને પ્રોત્સાહિત કરવા શાળાના શિક્ષકો ઉપરાંત એસ.એમ.સી.ના સદસ્યો, વાલીઓ તથા ગ્રામજનો પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી બાળકોએ બનાવેલ વાનગીઓની જયાફત માણી હતી અને તેમને પ્રોત્સાહિત કર્યા હતા. આ તકે બાળકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આનંદમેળામાં ઉભા કરવામાં આવેલ સેલ્ફી પોઇન્ટે અનોખું આકર્ષણ જગાવ્યું હતું. કાર્યક્રમનું સફળ આયોજન શાળાના આચાર્ય હરિસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ શાળાના શિક્ષકો લીલાધર બિજલાણી, કેશુભાઈ ઓડેદરા, નમ્રતા આચાર્ય અને માનસી ગુસાઈએ પાર પાડ્યું હતું.

આ પ્રસંગે લોરિયા ગૃપ શાળા ના આચાર્ય રમીઝખાન પઠાણ ઉપરાંત ગામના અગ્રણીઓ પ્રવિણ છાંગા, રમેશ માતા, નરશી છાંગા, માવજી માતા, હરેશ ચાડ, રમેશ છાંગા, જીગ્નેશ ચાડ, ગીતાબેન ચાડ, હેતલ કાપડી સહિતનાઓ ઉપસ્થિત રહી બાળકોનો મનોબળ વધાર્યો હતો.

Back to top button
error: Content is protected !!