BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
ભરુચમાં ફરી માનવ અંગ મળ્યું:દહેજ વિસ્તારમાં મીઠાના અગરમાંથી માનવ હાથ મળ્યો, FSL તપાસ શરૂ

સમીર પટેલ, ભરૂચ
ભરૂચના દહેજ વિસ્તારમાં મીઠાના અગરમાંથી માનવ હાથ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. દહેજ પોલીસે બિનવારસી હાથનો કબજો લઈ તરત જ તબીબી પરીક્ષણ માટે મોકલી આપ્યો છે. આ ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે ભરૂચમાં થોડા દિવસો પહેલા સચિન ચૌહાણની હત્યાનો કેસ બન્યો હતો. સચિન ચૌહાણના મિત્ર શૈલેન્દ્રસિંહ ચૌહાણે તેની હત્યા કરી લાશના 9 ટુકડા કરી નાખ્યા હતા. આરોપીએ માનવ અંગો ભોલાવ GIDCની ગટરમાં ફેંકી દીધા હતા.
પોલીસે હાલમાં મળેલા માનવ અંગની ઓળખ માટે તપાસ શરૂ કરી છે. સાથે જ તેના વાલી-વારસોની શોધખોળ પણ ચાલુ છે.પોલીસ આ હાથ કોનો છે અને અહિયાં ક્યાંથી આવ્યો છે તે દિશામાં તપાસ કરી રહી છે. આ કેસ નવી મર્ડર મિસ્ટ્રી તરફ દોરી જાય તેવી શક્યતા પણ નકારી શકાતી નથી.




