GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

બાકરોલ ખાતે ડૉ બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતી નિમિત્તે વિશ્વ હિંદુ પરિષદ સર્વ રોગ નિદાન દવા સાથે નિઃશુલ્ક શિબિર યોજાશે

 

તારીખ /૧૧/૦૪/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

વિશ્વ હિંદુ પરિષદ ગોધરા સેવા વિભાગ અને ભારતીય સેવા ટ્રસ્ટ અને જીલ્લા આરોગ્ય શાખાના સંયુક્ત ઉપક્રમે કાલોલ તાલુકા બાકરોલ ગ્રામ પંચાયત ખાતે તારીખ ૧૩/૦૪/૨૦૨૫ રવિવાર ના રોજ સવારે ૯-૦૦ થી ૧-૦૦ વાગ્યા સુધી બાકરોલ ગ્રામ પંચાયત ખાતે ડૉ બાબા સાહેબ ભીમરાવ આંબેડકર જન્મ જયંતી નિમિત્તે સર્વ રોગ નિદાન અને નિઃશુલ્ક દવા સાથે શિબિર નો કાર્યક્રમ સ્વાસ્થ્ય સેવા રાષ્ટ્ર સેવા ના સૂત્ર સાથે માનવ સેવા કાર્યો કરી ગરીબ મધ્યમ વર્ગો સુધી પહોંચી તમામ પ્રકારની નિઃશુલ્ક દવા સાથે સેવા આપવાનું આયોજન કરેલ છે જેથી આજની મોંઘવારી ના યુગ માં ગરીબ મધ્યમ વર્ગના દર્દીઓને તમામ પ્રકારના લાભો લઈ શકે તે માટે વિશ્વ હિન્દુ પરિષદ ભારતીય સેવા ટ્રસ્ટ અને આરોગ્ય વિભાગ દ્વારા કાલોલ તાલુકા ના બાકરોલ ગ્રામ પંચાયત ખાતે સર્વ રોગ નિદાન અને નિઃશુલ્ક દવા સાથે શિબિર કાર્યક્રમ યોજાશે જેથી તમામ લોકો ને આ સેવાનો લાભ લેવા અપીલ કરવામાં આવે છે.

Back to top button
error: Content is protected !!