
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી કૃષિ યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી ડો. ઝેડ. પી. પટેલના માર્ગદર્શન થી ચાલતા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઇ, ડાંગમાં ડિજીટલ મોનીટરીંગ ઓફ એગ્રીકલ્ચર ક્રોપ એકરેજ એન્ડ પ્રોડક્શન એસ્ટીમેશન ફોર ગુજરાત યુજીંગ રીમોટ સેન્સીંગ, જીઆઇએસ એન્ડ અધર ટેક્નોલોજીસ અંતર્ગત “કૃષિ પ્રગતિ” વેબ પોર્ટલ અને મોબાઈલ એપ્લીકેશનના ઉપયોગ વિષેની સમજણ ડાંગ જિલ્લાના વિસ્તરણ અધિકારી અને ખેડૂતોને આપવામાં આવી હતી.
આ તાલીમમાં “કૃષિ પ્રગતિ” મોબાઈલ એપલીકેશન થી સેટેલાઈટ આધારિત પાકનું સ્વાથ્ય, પાક કેલેન્ડર, માર્કેટ યાર્ડના ભાવો, હવામાન આધારિત સલાહ, રોગ-જીવાતની ઓળખ, આધુનિક પાક પધ્ધતિ, ખેડૂતોની સફળગાથાઓ, ખાતરની ભલામણ, સોઇલ હેલ્થ કાર્ડ, કૃષિ સામયિકો વગેરેની ડિજિટલ માધ્યમોથી કેવી રીતે ઉપયોગ કરી શકાય તેની ઊંડાણથી સમજણ આપવામાં આવી હતી તથા લાઈવ ડેમોસ્ટેશન કરાવવામાં આવ્યો હતો.
આ તાલીમના અધ્યક્ષ સ્થાને જિલ્લા ખેતીવાડી અધિકારી બાલુભાઈ પટેલ, જિલ્લા કૃષિ નિયામક હર્ષદભાઈ એમ. પટેલ, કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક ડો. જે. બી. ડોબારિયા તથા કૃપાલ પરમાર, પ્રથમેશ કાશીદ, ઉમેશ પોટેકર, ધવલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તાલીમના અંતે દરેક વિસ્તરણ કાર્યકરો અને ખેડૂતોના પ્રતિભાવો લેવામાં આવ્યો હતો. ઉપર્યુક્ત તાલીમ ખેતી નિયામકની કચેરી કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, ગુજરાત સરકાર દ્વારા આયોજિત કરવામાં આવી હતી.





